તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલ:સરપોર પ્રા. શાળાના કોવિડ કેર સેન્ટરમાં ટીવી અને કેબલ સાથે અલાયદી વ્યવસ્થા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારૂ ગામ કોરોના મુક્ત ગામની પહેલ અન્ય ગામોને પણ પ્રેરણા આપશે

શાળા ભણતરની સાથે જીવન બચાવવાનું કેન્દ્ર પણ કોરોનાની મહામારીના કારણે બની ગયું છે. મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન હેઠળ નવસારીના સરપોર ગામની પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટરમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હવે શાળા સમયની માંગ મુજબ ઘડતરનું કેન્દ્ર હવે વ્યક્તિનાં સ્વાસ્થ્યનું ઘડતર પણ કરે છે. નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણમાં સતત પ્રતિદિન વધારો થયો છે. સંક્રમણમાં ઘટાડો થાય તે માટે અનેક પ્રયાસો સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાં નવસારી જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં કોવિડ કેર સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. એ જ રીતે નવસારી તાલુકામાં આવેલા સરપોર ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.

જેમાં સરપોર ગામમાં પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. નવસારીના સરપોર ગામની પ્રાથમિક શાળામાં શરૂ કરવામાં આવેલું કોવિડ કેર સેન્ટર ગામના લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. નવસારી તાલુકાના અન્ય ગામોમાં પણ આ રીતે કોવિડ કેર સેન્ટરની સુવિધા ઉભી કરે તે માટે સરપોર ગામ પ્રેરણારૂપ બન્યું છે.

હાલ ગામમાં બે દર્દી સારવાર લઈ રહ્યાં છે
મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ પ્રાથમિક શાળામાં શરૂ થયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગના ડોક્ટરો, નર્સ અને ઓક્સિજન, દવા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત દર્દીઓના મનોરંજન અર્થે વિશેષ ટીવી કેબલની સુવિધા ઉભી કરાઈ છે. - ભરતભાઈ પટેલ, સરપંચ, સરપોર

અન્ય સમાચારો પણ છે...