સરપંચ સામે આક્ષેપ:ચીખલીના થાલા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સરપંચ લાભાર્થીઓને ઓછું અનાજ આપતા હોવાનો આક્ષેપ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા પ્રાંત અધઇકારીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું

રાજ્ય સરકારે ગરીબોના પેટની ભૂખ સંતોષવા માટે તેમને સસ્તા દરે અનાજ આપવા માટે અંત્યોદય યોજના હેઠળ રેશન કાર્ડ થકી અનાજ વર્ષોથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં રેશનનો પરવાનો આપવામાં આવે છે, જેમાં સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ નિયત કરેલા વજનનું આજ ગરીબ લોકોને મળતા BPL અને APL કાર્ડ મુજબ આપવામાં આવે છે. ત્યારે ચીખલી તાલુકા પાસે આવેલા થાલા ગામના સરપંચ મુકેશ નગીનભાઈ પટેલ પાસે આ સસ્તા અનાજની દુકાનનો પરવાનો પણ છે. ત્યારે આદિવાસી ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લાં અનેક સમયથી અનાજ ઓછું મળી રહ્યું છે અને વધેલું અનાજ સગેવગે કરી થઈ રહ્યું જેવા આક્ષેપો સાથે તેમણે આજે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે.

આદિવાસી લોકોએ અનાજના બદલામાં નાણાં ચૂકવીને તેમને રસીદ ન અપાતા તેઓએ આ બાબતે સરપંચ મુકેશભાઈને રજૂઆત કરતાં મુકેશભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને થાય તે રીતે કરી લેજો તેવો ઉડાઉ જવાબ આપતા લાભાર્થીઓએ મામલતદારને સંપર્ક કરતા મામલતદાર દ્વારા પણ આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરી નથી. જેને લઇને આ સમગ્ર મામલો ચીખલી પ્રાંત અધિકારીના દરબારમાં પહોંચતાં મામલતદાર અને સસ્તા અનાજની દુકાનદારો મુકેશભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી તેમણે ઉગ્ર માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...