નિર્ણય:‘સરદાર માર્ગ’ અને ‘શિવાનંદજી મહારાજ’ માર્ગનું નામકરણ થશે

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આશાપુરી મંદિર જતો માર્ગ બે નામથી ઓળખાશે

નવસારીના વિજલપોરનો આશાપુરી મંદિર જતા માર્ગને હવે બે અલગ-અલગ નામો આપવાનો નિર્ણય લેવાયો છે. નવસારી શહેરના જે કેટલાક મુખ્ય માર્ગ છે. તેમાંનો એક માર્ગ વિજલપોર વિસ્તારમાં આવેલ આશાપુરી મંદિરથી રેલવે ફાટક સુધીનો માર્ગ છે.

આમ તો આ માર્ગનું કોઈ નામકરણ ભૂતકાળમાં વિધિવત રીતે થયું ન હતું પરંતુ આ માર્ગ પર ખુબ જાણીતુ આશાપુરી મંદિર આવેલું હોય લોકો ફાટકથી મંદિર સુધીના માર્ગને આશાપુરી મંદિર માર્ગ તરીકે ઓળખતા હતા.જોકે હવે નવસારી-વિજલપોર નગરપાલિકાએ આ માર્ગને બે અલગ નામ આપવાનો ઠરાવ કર્યો છે.

જે અંતર્ગત સરદાર ચોક (સુશ્રૃષા હોસ્પિટલ નજીક)થી આશાપુરી મંદિર સુધીના માર્ગને ‘શ્રી સરદાર પટેલ માર્ગ’ નામકરણ કર્યું છે. જ્યારે સરદાર ચોકથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક સુધીના માર્ગને ‘સંત શ્રી 1008 શ્રી શિવાનંદજી મહારાજ માર્ગ’ નામકરણ કર્યું છે. જોકે શિવાજી મહારાજ ચોકથી રેલવે ફાટક સુધીના માર્ગનું નામકરણ થયાનું હજુ જાણમાં નથી.

આ વિસ્તારના કાઉન્સિલર રોડનું નામકરણ કરાતા નગરપાલિકાનો આભાર પણ હાલની સામાન્ય સભામાં માન્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે વિજલપોરમાં જ િશવાજીચોકથી વિઠ્ઠલમંદિર જતા માર્ગનું નામ કરણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ નામકરણ પણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...