ગુજરાત ટુરિઝમ વિભાગની અનોખી ભેટ:સાપુતારા લેક હવે વધુ આકર્ષક, રૂ.5.40 કરોડના ખર્ચે મ્યુઝીકલ ફાઉન્ટેન સાથે લાઇટીંગની હારમાળા સર્જાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાપુતારા લેક વધુ આકર્ષક બન્યું છે. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે - Divya Bhaskar
સાપુતારા લેક વધુ આકર્ષક બન્યું છે. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
  • હિન્દુ નવા વર્ષમાં ગિરિમથક વધુ પર્યટનલક્ષી બનશે, સનરાઈઝ, સનસેન્ટ પોઈન્ટના વિકાસ માટે ખર્ચ કરવામાં આવી રહ્યો છે

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં હિન્દુ નવા વર્ષમાં લેકમાં 5.40 કરોડ રૂપિયાના ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટેન તથા અદભૂત લાઈટીંગોની હારમાળા સર્જવામાં આવશે.તાજેતરના સમયમાં સાપુતારાના પર્યટનના વિકાસ માટે ગુજરાત ટુરીઝમ અને રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે અને કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. ખાસ કરીને હાલના સમયમાં સનરાઈઝ પોઈન્ટ, સનસેન્ટ પોઈન્ટના વિકાસ માટે ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત સાપુતારા લેક ફેરીના વિકાસ માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે આ સાપુતારા લેકમાં નવી સુવિધા આવી રહી છે. જેમાં લેકની ફરતે તથા એન્ટ્રી ગેટ ઉપર ડાયનેમીક લાઈટીંગ, વેલકમ ફાઉન્ટેન તથા વોટર ક્લોક, સેલ્ફી પોઈન્ટ તથા 3ડી લાઇટીંગ ટનલ, ઈન્ટરેક્ટીવ લાઇટીંગ, આઈ લવ સાપુતારાના મોટા લેટર સાથે લાઇટીંગ વગેરેનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે 7 વર્ષના ઓપરેશન, ઓપરેશન મેઈન્ટેનન્સ સાથેનો કુલ ખર્ચ 5.40 કરોડ રૂપિયા થનાર છે.

ઓડિટોરિયમ સહિતનો પ્રોજેક્ટ પણ આવશે
સાપુતારામાં લેક સંલગ્ન ડેવલપમેન્ટ સાથે અન્ય ડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં નવા ઓડિટોરિયમ (આનુષંગિક મકાન અને સાઈટ ડેવલપમેન્ટ કામ સાથે)નો પણ 199.92 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. જેની ટેન્ડરીંગ પ્રક્રિયા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...