તપાસ:રક્ષાબંધનના તહેવાર નજીક આવતા નવસારી જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવામા આવ્યા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ દ્વારા 35 મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ એકત્ર કર્યા
  • રક્ષાબંધન નજીક આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં કુલ 35 મીઠાઈ ની દુકાન માંથી સેમ્પલ લીધા છે.

આગામી 22મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકો મોટી સંખ્યામાં મીઠાઈની ખરીદી કરતા હોય છે ત્યારે નવસારી જિલ્લામાં આવેલી 35 જેટલી મીઠાઈની દુકાનોમાંથી ફુડ વિભાગ દ્વારા સેમ્પલ એકત્ર કરી લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામા આવ્યા છે. નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ની વાત કરવામાં આવે તો જલાલપુર તાલુકાઓની 4 દુકાન ગણદેવી તાલુકાની 8 દુકાન ચીખલી તાલુકાની 5 દુકાન અને નવસારી શહેરની 16 મીઠાઈ ની દુકાન માંથી સેમ્પલ લેવામાં આવ્યા છે કેટલાક વેપારીઓ ઊંચો નફો મેળવવા માટે હલકી ગુણવત્તાનું મીઠાઈ નો માવો ઉપયોગ કરતા હોય છે.

જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. નકલી માવો અને બિન આરોગ્યપ્રદ મીઠાઈ નો માવો દુકાનદાર દ્વારા વપરાશ ન થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેવા ઉદ્દેશ સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સઘન ચેકિંગ કરીને સેમ્પલિંગ લઈને તેને તપાસ અર્થે મોકલી આપ્યા છે,

દિવાળી રક્ષાબંધન,ભાઈબીજ જેવા અનેક ધાર્મિક તહેવારોમા લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવતા હોય છે ત્યારે આગામી ત્રણ દિવસ પછી આવનાર રક્ષાબંધનના તહેવારમાં જિલ્લામાં નિયત કરેલા સ્ટાન્ડર્ડ થી વિરુદ્ધ જઈને મીઠાઈ નું વેચાણ ન થાય તેની આગોતરા આયોજન રૂપે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 35 જેટલા દુકાનોમાંથી સેમ્પલ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...