ભાવવધારાની સીધી અસર:સામી દિવાળીએ નવસારીમાં પેટ્રોલ-ડીઝલના દરરોજ વધી રહેલા ભાવ, લિટરે પેટ્રોલ રૂ. 106.77એ પહોંચ્યું

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલપંપ ઉપર મંગળવારે 106.77નો ભાવ દર્શાવતું બોર્ડ. - Divya Bhaskar
પેટ્રોલપંપ ઉપર મંગળવારે 106.77નો ભાવ દર્શાવતું બોર્ડ.
  • ડીઝલે પણ 106નો આંક વટાવ્યો, શહેરના હજારો વાહનચાલકોને ભાવવધારાની સીધી અસર

નવસારીમાં સામી દિવાળીએ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારો વણથંભ્યો જારી જ રહ્યો છે અને બંનેએ 106 રૂપિયાનો આંક વટાવી દીધો છે. નવસારી પંથકમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધતા જ રહ્યાં છે. 7મી ઓકટોબરે પ્રથમ વખત શહેરમાં પેટ્રોલનો ભાવ લિટરે 100 રૂપિયાનો આંક વટાવ્યો હતો. જોકે 7 ઓકટોબર બાદ પણ ભાવ તો વધતા જ રહ્યાં છે. જેમાં છેલ્લા અઠવાડિયાથી દરરોજ ભાવ વધ્યાં છે. 2જી નવેમ્બરે પેટ્રોલે 106 રૂપિયાનો આંક વટાવી 106.77 રૂપિયા થઈ ગયો હતો. ડીઝલનો ભાવ પણ વધતો રહ્યો છે.

શહેરમાં 10મી ઓકટોબરે પ્રથમ વખત 100 રૂપિયાનો આંક લિટરે વટાવ્યો હતો. જે 2જી નવેમ્બરે 106.23 રૂપિયા થઈ ગયો હતો. ડીઝલનો ભાવ પણ વધતો રહ્યો છે. શહેરમાં 10મી ઓકટોબરે પ્રથમ વખત 100 રૂપિયાનો આંક લિટરે વટાવ્યો હતો. જે 2જી નવેમ્બરે 106.23 રૂપિયાએ પહોંચ્યો હતો. ડીઝલમાં પણ છેલ્લા એક દિવસને બાદ કરતા છેલ્લા અઠવાડિયા દરમિયાન સતત ભાવ વધતા જ રહ્યાં છે.

છેલ્લા 6 દિવસના ભાવ

તારીખપેટ્રોલ(રૂ.)ડીઝલ (રૂ.)
28105.02104.68
29105.35105.06
30105.69105.44
31106.03105.82
1106.41106.23
2106.77106.23

હાલ દિવાળીને લઇ વેચાણ ઘટ્યું નથી

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવની અસર હાલ દિવાળી હોય વેચાણ ઉપર વધુ જોવા મળી નથી. ભાવવધારો છતાં દિવાળીને લઈ વેચાણમાં ઘટાડો થયો ન હોવાનું પેટ્રોલપંપ સંચાલકો જણાવે છે. જોકે એકાદ મહિના અગાઉ ડીઝલના વેચાણમાં 10 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. બન્નેના વધી રહેલો ભાવ ચર્ચાનો વિષય જરૂર બન્યો છે.

પ્રિમિયમ પેટ્રોલે તો 110નો ભાવ વટાવ્યો
નવસારીમાં સાદા પેટ્રોલ અને ડીઝલની સાથે પ્રિમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ હાલ લગભગ રોજ વધી રહ્યાં છે. આ બન્નેના ભાવ તો ઘણાં દિવસોથી 100 થઈ ગયા હતા અને 2 નવેમ્બરે પ્રિમિયમ પેટ્રોલ રૂ. 110.22 હતા. પ્રિમિયમ ડીઝલ રૂ. 109.59 હતું.

અન્ય સમાચારો પણ છે...