તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતિમ સંસ્કાર:મોક્ષ મંદિરના સેવકોને સલામ, કોરોના દર્દીના અંતિમ સંસ્કાર, અનેકના અસ્થિ વિસર્જન કર્યા

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે વિરાવળ સ્થિત સ્મશાનભૂમિના કર્મચારીઓ પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. કોરોના વોરિયર્સની માફક કોરોનાથી સંક્રમિત લોકોના મૃતદેહને આ કર્મચારીઓ કિટ પહેરીને સેફટી સાથે અગ્નિદાહ આપી રહ્યા છે. નવસારી જિલ્લામાં લગભગ 270થી વધુ કોરોના સંક્રમિત લોકોને આ કર્મચારીઓએ અગ્નિદાહ આપીને પોતાની કર્તવ્ય નિષ્ઠાના દર્શન કરાવ્યા હતા.

એક સમયે પોતાના સ્વજન પણ કોરોના સંક્રમિત વ્યક્તિ પાસે ઉપસ્થિત ન રહેતા તેવા સમયે મૃતકના દેહને સાવધાની સાથે આ કામગીરી પાર પાડી રહ્યા છે. સાથે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો જ્યાં અસ્થિ લેવા માટે પણ ફરક્યા નથી તેવા લોકોની અસ્થિઓનું વિસર્જન કરવાનું પુણ્ય કાર્ય પણ આ સ્મશાનભૂમિના કોરોના વોરિયર્સ પાર પાડી રહ્યા છે. જેને બિરદાવવું અતિશયોક્તિ નથી. સમાજનો એક વર્ગ તેમની આ કામગીરીને બિરદાવી રહ્યો છે. કોરોના કાળમાં સ્મશાનભૂમિના કર્મચારીઓ પણ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા છે. હાલ નવસારી જિલ્લામાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓના મૃત્યુનો આંક સત્તાવાર રીતે માત્ર 102 જ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો