પ્રદર્શન કમ વેચાણ મેળો:રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ( નાબાર્ડ ) દ્વારા નવસારી ખાતે મેળાનું આયોજન કરાયું

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી નવસારી જિલ્લામાં બહેનોએ શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર નારીથી આત્મનિર્ભર ગુજરાતની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરી છે. ત્યારે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ( નાબાર્ડ ) દ્વારા નવસારી શહેરમાં બે દિવસ્ય સખી સખી પ્રદર્શન કમ વેચાણ મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જીલ્લાની મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણના હેતુસર નો શુંભારભ નવસારી કલેકટર અમિત પ્રકાશ યાદવે દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી નવસારી જિલ્લામાં બહેનો આત્મનિર્ભર છે. આ બહેનો દ્વારા વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ચીજવસ્તુઓનું વેચાણ થાય અને અમને વેંચાણનું પ્લેટફોર્મ મળી રહે તેવા ઉમદા હેતુ સારા રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ( નાબાર્ડ ) દ્વારા નવસારી શહેરમાં બે દિવસ્ય સખી સખી પ્રદર્શન કમ વેચાણ મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન સાથે વેચાણમાં ૩૦ થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા હતા. મિશન મંગલમ યોજના દ્વારા વિવિધ સહાય મેળવવા સાથે મસાલા, પાપડ, પાપડી, અથાણા, માસ્ક, ડેકોરેશન, મીણબતી, ફરસાણ, સાડી ભરત, સિલાઈકામ અને ચોકલેટ જેવી લઘુઉધોગ સંબંધિત ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. નવસારી નાબાર્ડનાં બી કે સમાંત રાયે નવસારીના કાલિયાવાડી ખાતે એસએચજી ઉત્પાદકોનું સૌથી મોટું પ્રદર્શન અને વેચાણનો શુભારંભ કરી સ્ટોલ પ્રદર્શનની મુલાકાત મેળવી મહિલાઓ દ્વારા વેચાણ થતી ચીજ વસ્તુઓની ખરીદી કરી તેઓને સ્વનિર્ભર થવામાં સહયોગ પૂરો પાડવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વલસાડ સેન્ટ્રલ કોઓપરેટીવ બેંક લીનાં રોહિત પટેલ, નવસારી કૃષિ યુનિવર્સીટીનાં ડો રુચિરા શુકલ, ડો મંજુશ્રી સિંહ સહિત અન્ય મહાનુભાવો સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ( નાબાર્ડ ) દ્વારા નવસારી શહેરમાં કાલિયાવાડીનાં સ્વપ્નલોક ખાતે બે દિવસ્ય સખી સખી પ્રદર્શન કમ વેચાણ મેળો સમારોહમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે કૃષિ આવક બમણી કરવા માટેની કેન્દ્રની માંગ સાથે નાબાર્ડે ખેડૂત ધિરાણ સંસ્થાઓ (એફપીઓ)ના પ્રોત્સાહનની પ્રશંસનીય શરૂઆત કરી છે અને સાથે ગ્રામ્ય અને શેહેરી વિસ્તારની આર્થિકરીતે નબળી બેહનોને રોજગારી મળે તે હેતુસર યોજનામાં બેહેનોને તાલીમ આપવામાં આવે છે. મહિલાઓના ઉત્થાન માટેની કટીબધ્ધતા દયાને લઇ મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે મહિલાઓની ઉત્પાદન ચીજ વસ્તીઓનું વેચાણ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે આસીસ્ટન્ટ જનરલ મેનેજર, નાબાર્ડ નવસારી-ડાંગનાં બી કે સમાંતરાયે જણાવ્યું હતું કે કૃષિ આવક બમણી કરવા સાથે બેહનોએ પગભર કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનાવા માટે હાંકલ કરવામાં આવી છે, જેમાં વોકલ ફોર લોકલની પણ અપીલ કરાઈ છે. ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ વસ્તુઓ આત્મનિર્ભર ભારતને સમર્થન મળશે.આ પ્રસંગે વલસાડ સેન્ટ્રલ કોઓપરેટીવ બેંક લી નાં રોહિત પટેલ, નવસારી કૃષિ યુનિવર્સીટીનાં ડો રુચિરા શુકલ, ડો મંજુશ્રી સિંહ સહિત અન્ય મહાનુભાવો સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...