તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નવસારી જિલ્લામાં સાગરા ફ્લાયઓવર પહેલા તૈયાર થયો પણ ગાંધીસ્મૃતિ ફ્લાયઓવર પ્રથમ ખુલ્લો મુકાયો

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોરલેન ગાંધીસ્મૃતિ ફ્લાયઓવરમાં ટૂ લેનનું કામ અધૂરું છે પણ ટૂ લેનનું કામ પૂર્ણ થતાં એક તરફ અવરજવર માટે ખોલી દેવાયો
 • ટૂ લેન સાગરા રેલવે ફ્લાયઓવર તૈયાર છે પણ ખોલાયો નથી, નજીકના દિવસોમાં વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે

નવસારી જિલ્લામાં બની રહેલા 10 રેલવે ફ્લાયઓવરમાં ધારણા મુજબ નવસારી નજીકનો સાગરા ફ્લાયઓવર તૈયાર તો થઈ ગયો છે પણ વાહનોની અવરજવર માટે ગાંધીસ્મૃતિ ફ્લાયઓવર એક તરફનો ખુલ્લો મૂકી દેવાયો છે.

આમ તો નવસારી જિલ્લામાં એકપણ ફ્લાયઓવર નથી પણ રેલવેની ડીએફસીસી યોજના અંતર્ગત જિલ્લાની 10 રેલવે ફાટક ઉપર ફ્લાયઓવર બનાવવાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત અનેક ફ્લાયઓવરના કામ ચાલી રહ્યા છે. જોકે નવસારી નજીક 2 ફ્લાયઓવરના કામ પૂર્ણતા તરફ છે. જેમાં સાગરા ગામની ફાટક અને ગાંધીસ્મૃતિ ફાટક ઉપર બની રહેલા ફ્લાયઓવર છે. આમ તો ધારણા મુજબ સૌથી પહેલો ફ્લાયઓવર સાગરા તૈયાર થઈ ગયો છે પણ કેટલીક બાબતોને લઈ હજુ વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી,જોકે નજીકના 7-10 દિવસના અરસામાં ખુલ્લો મુકાવાની શકયતા હોવાનું જાણવા મળ્યું છે. એથી વિપરીત ફોર લેન ગાંધી સ્મૃતિ ફ્લાયઓવરમાં એક તરફના ટૂ લેનનું કામ બાકી હોવા છતાં ટૂ લેનનું કામ પૂર્ણ થતાં જરૂરિયાતને ધ્યાને લઇ અવરજવર માટે ખોલી દેવાયો છે. બાકીના ટૂ લેનનું કામ પૂર્ણ થવામાં હજુ બે-ત્રણ મહિના લાગશે.

ગાંધી ફાટકનો ટુ લેન ફલાયઓવર ખોલાયો કારણ...
નવસારીની દક્ષિણે ગાંધીસ્મૃતિ ફાટક ઉપર તૈયાર થયેલ રેલવે ફ્લાયઓવરનું કામ હજુ અધુરુ હોવા છતાં એક તરફનો ‘ટુ લેન’ ખુલ્લો મુકાવા માટેનું કારણ વાહનચાલકોની જરૂરિયાત છે. આ ફ્લાયઓવર ન ખુલ્લો મુકાય તેવી સ્થિતિમાં 4 રેલવે ફાટક ઉપર વાહનોનું ભારણ હતું. ગાંધી સ્મૃતિ અને હાંસાપોર ફાટક ઉપરાંત નજીકની વિજલપોર અને નવસારી ફાટક ઉપર પણ ટ્રાફિક સ્થિતિ વકરી રહી હતી. એક તરફનો ટુ લેન ફ્લાયઓવર ખોલાતા ટ્રાફિક સમસ્યા થોડી હળવી થઈ છે.

જિલ્લાના અન્ય 8 ફ્લાયઓવરની સ્થિતિ

1) નવસારી-કામની શરૂઆત થઈ 2) વિજલપોર-કામની શરૂઆત થઈ 3) મરોલી - 6થી 8 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા 4) વેડછા - 4થી 5 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા. 5) અંચેલી - 6થી 7 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા. 6) અમલસાડ - 1 વર્ષથી વધુ સમય લાગશે. 7) બીલીમોરા ચીમોડીયા નાકા - 9થી 12 મહિના. 8) બીલીમોરા દેસરા-કામની શરૂઆત થઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો