સેફટી સ્ટેન્ડ આપ્યા:ટુ વ્હીલર ચાલકોને સેફટી સ્ટેન્ડ આપ્યા

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરગામમાં પોલીસે પતંગની દોરીથી બચવા

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે કોઈ વ્યક્તિ પતંગની દોરીથી અકસ્માતનો ભોગ ન બને તે માટે લોકોમાં જાગૃતિના ભાગ રૂપે ખેરગામ પોલીસની ટીમ અને ગામના યુવાનો એસકે ગ્રુપના સુરજ પટેલ,અજય પટેલ,દર્પણ અને હાર્દિક પટેલે વગેરે યુવાનો દ્વારા વાહન ચાલકો જેમાં બાઇક ચાલકોને સેફટી સ્ટેન્ડ આપવામાં આવ્યા હતા.

ખેરગામના ચારરસ્તા પર પીએસઆઇ જયદીપસિંહ ચાવડા તેમજ તેમની ટીમે મકરસંક્રાંતિના પૂર્વે બાઇક ચાલકોને પતંગની દોરીથી થતી ઇજા કે અકસ્માત રોકવા કરેલા પ્રયાસને લોકોએ વધાવ્યો હતો અને તમામ વાહન ચાલકોને આવી ઇજાથી બચવા પોતાના વાહન ઉપર સેફટી રાખવા અનુરોધ કર્યો હતો.

એસકે ગ્રુપના સૂરજ પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં મકરસંક્રાંતિ એ અનેક લોકો પતંગની દોરીથી ઇજાનો ભોગ બન્યા છે, ખેરગામ વિસ્તારમાં આવા બનાવો નહીં બને તે માટે પીએસઆઇના માર્ગદર્શને હેઠળ આજે 100થી વધુ બાઇક ચાલકોને સેફટી સ્ટેન્ડ પોલીસ અને યુવાનોએ જાતે બાઇક ઉપર લગાવી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...