તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્તિ:પ્રોત્સાહન અને પ્રલોભન દ્વારા સંસ્કારોનું બીજારોપણ થતું હોય છે : પં. પદ્મદર્શનજી

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મધુમતિ સ્થિત ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘની વાડીમાં પૂજ્ય પં.મોક્ષેશવિ.મ., પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનવિજય આદિ શ્રમણ ભગવંતોની પાવન નિશ્રામાં સમસ્ત નવસારી જૈન સંઘોમાં 4 વર્ષથી માંડીને 15 વર્ષ સુધીના બાળકોને ચાતુર્માસ દરમિયાન 50,100 અને 150 બેસણાંના તપની વિશિષ્ટ સાધના કરેલ તેની અનુમોદના નિમિત્તે બહુમાન સમારંભનું આયોજન થયું હતું. જેમાં તમામ સંઘના ટ્રસ્ટીઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી. દાનવીરોએ બાળકોને વિશિષ્ટ ગિફટ એનાયત કરી હતી. આ તમામ કાર્યક્રમનું સંચાલન સંગીતના સથવારે ચિંતામણીના નચિકેતા જેવા પાર્શ્વ ભક્તિ મંડળના કર્મઠ કાર્યકરોએ કર્યું હતું. સ્ટેજ સંચાલન તેજસ શાહે કહ્યું હતું. પૂજ્યોએ સંસ્કાર અભિયાન ચલાવવા માટે વાલીઓને પ્રવચનો દ્વારા પ્રેરણાનું પિયૂષપાન કરાવ્યું હતું. દાનવીરોનું પણ શ્રી સંઘના ટ્રસ્ટીઓએ બહુમાન કર્યું હતું. પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે બાલગોષ્ઠિ કરતા કહ્યું હતું કે જિનશાસનરૂપી મોરના આ તપસ્વી બાળકો પીંછા છે. મોરની શોભા એના પીંછા થકી હોય છે. એજ રીતે બાળકોનો તપ શ્રદ્ધાનું શ્રેષ્ઠ શિખર છે. કૂવામાં હશે તો હવાડામાં આવશે. મા-બાપ એ કૂવાના સ્થાને છે. બાળકો હવાડાના સ્થાને છે. મા-બાપમાં સંસ્કારો હશે તો સંતાનોમાં આવશે. ભોગવાદના કાળમાં જ્યારે હોટલો અને ખાઉધરાગલીઓ ઉભરાઈ રહી છે ત્યારે 4 વર્ષથી માંડીને 15 વર્ષ સુધીના ભૂલકાઓ તપના યજ્ઞમાં જોડાય તે વિશિષ્ટ ઘટના ગણાય. પ્રભુનું શાસન આવા સંસ્કારી બાળકો થકી ચાલે છે. 200 બાળકો આવા તપના યજ્ઞમાં જોડાયા હતા. પ્રોત્સાહન, પ્રલોભન અને પ્રભાવના દ્વારા સંસ્કારોનું બીજારોપણ થતું હોય છે. આ કોઈ લાલચ કે લોભ નથી પણ બાળકોનું જીવન ઉર્ધ્વગામી બની એ માટેનો સ્તુત્ય પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો