વિકાસકામોના ખાતમુહૂર્ત:ગ્રામીણ વિસ્તારો વિકાસના પંથે આગળ વધી આત્મનિર્ભર બનશે: નરેશ પટેલ

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવી તાલુકામાં 10 કરોડથી વધુ રકમના વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે રાષ્ટ્રના વિકાસમાં ગ્રામીણ વિસ્તારોનું પણ યોગદાન વધે, ગ્રામ વિસ્તારોના લોકોને ઘરઆંગણે સરકારી અનેક સેવાઓનો લાભ મળી રહે અને ખરા અર્થમાં ગ્રામીણ વિસ્તારો આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાના છેલ્લા દિવસે ગણદેવી તાલુકાના ઉંડાચમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

આત્મનિર્ભરતાના માર્ગ પર ગ્રામવાસીઓને લઇ જવાના પ્રયાસરૂપી યાત્રાના પ્રસંગે મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર યાત્રા દ્વારા ગ્રામીણ વિસ્તારો વિકાસના પથ પર આગળ વધી આત્મનિર્ભર ગ્રામની કલ્પનાને સાકાર કરશે. આજે દરેક ગામમાં વિકાસના અનેક કાર્યો એકસાથે ચાલી રહ્યાં છે. આ માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીથી લઈને વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધીના મંત્રીઓઍ વિકાસમંત્ર ને ધ્યાને લઇ સતત કાર્ય કર્યું છે. મંત્રીએ કહ્યું હતું કે, વિકાસની યાત્રાના ફળો ગ્રામ વિસ્તારોના છેવાડાના માનવીને પણ મળે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રામીણ વિસ્તારો શહેરો જેવા બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેકવિદ્ય યોજનાઓ સાથે સતત આંતરમાળખાકીય અને અન્ય આવશ્યક બાબતોને લક્ષમાં લઇ વિકાસ કરી રહી છે. આ તકે મંત્રીના હસ્તે મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ/સહાય અર્પણ કરાઇ હતી,

સાથે જ ગણદેવી તાલુકામાં 10 કરોડથી વધુ રકમના વિકાસકામોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આાહિર, પૂર્વમંત્રી કરસનભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના અધ્યક્ષો, પ્રાંત અધિકારી ચૌધરી, કાર્યપાલક ઇજનેર યુ.જી.પટે લસહિતના અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...