• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Rules Flew In Navsari's Barren School Entrance Ceremony, Only Students Who Could Not Find Laborers For The System Were Put To Work

મંત્રીજી આ તસવીરો જુઓ:નવસારીના વાંઝણામાં શાળા પ્રવેશોત્સવમાં નિયમોના ધજાગરા ઉડ્યા, વ્યવસ્થા માટે મજૂરો ન મળતા વિદ્યાર્થીઓને જ કામે લગાડી દેવાયા

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી નરેશ પટેલના આગમન પહેલા વિદ્યાર્થીઓ પાસે ખુરશીઓની સાફ સફાઈ કરાવાઈ
  • મજૂરો બોલાવ્યાં હતા પણ આવ્યાં નહી હોવાનો આચાર્યનો લુલો બચાવ

રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવીને બાળકોને વિધિવત રીતે શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકામાં આવેલા વાંઝણા ગામમા મંત્રી નરેશ પટેલના આગમન પહેલા બાળકો પાસે ખુશીઓની સાફ-સફાઈ કરાવવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. શાળા પ્રવેશોત્સવમાં શિક્ષકો ઉભા-ઉભા વાતો કરી રહ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ મજૂરની જેમ કામ કરતા જોવા મળ્યા હતા.

શિક્ષકોને જાણ હોવા છતાં કેમ ચૂપ રહ્યાં?
જે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાના હતા. તે વિદ્યાર્થીઓ પણ આમંત્રિત વાલીઓ અને મહાનુભાવો માટે મજૂરોની જેમ ખુરશી લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. શાળા દ્વારા ખુરશીઓ ગોઠવવા માટે કોઈ વ્યવસ્થા ન કરાતા મજૂરોની જેમાં બાળકો પાસે કામ કરાવવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજનના વાસણો પણ વિદ્યાર્થીઓ ઉંચકીને શાળામાં લાવ્યાં હતા. NGOના કર્મચારીઓએ ભોજન ભરેલા વાસણો શાળામાં મુકવાને બદલે વિદ્યાર્થો પાસે ઊંચકાવ્યાં હતા.

મંત્રીને ખુશામત કરવા બાળકો પાસે મજૂરી કેમ કરાવાઈ ?
ગામમાં ચાલતી ચર્ચા મુજબ શાળાના શિક્ષકો આદિજાતિ મંત્રીને ખુશામત કરવાના પ્રયાસમાં બાળકો પાસે કામ કરાવવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું. શાળાના આચાર્યને આ મામલે ફરિયાદ કરતા તેમણે ચાર મજૂરો બોલાવ્યા હતા પણ આવ્યા નહીં એવો લુલો બચાવ કર્યો હતો. શિક્ષકો ટોળે વળીને ઉભા રહ્યા છે તેમાં હું શું કરૂં એવો ઉડાવ જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...