તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણકારી:RTOમાં ફોર વ્હીલની નવી સિરિઝ માટે ઓનલાઇન ઇ-ઓકશન શરૂ, વાહનચાલકો રજિસ્ટ્રેશન કરાવી શકશે

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી એ.આર.ટી.ઓ.માં ફોર વ્હીલની નવી સિરિઝ માટે ઇ-ઓકશન શરૂ થયું છે. જેમાં વાહનચાલકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે.નવસારી એઆરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકના સગવડતા માટે સિલ્વર અને ગોલ્ડન નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઇ-ઓકશન શરૂ કરવામાં આવેલ હતું. કચેરીમાં લાઇટ મોટર વ્હિકલ (ફોર વ્હિલર)ના નંબરો માટેની સિરીઝ GJ21-CA/CB/CC 0001થી GJ21-CA/CB/CC-9999 (બાકી રહેલા નંબરો) ઇ-ઓકશન માટે શરૂ કરવામાં આવ્યાં છે.

ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમનાં વાહનનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ઇ-ઓકશનમાં ભાગ લઇ શકશે. 1લીથી 3જી એપ્રિલ સુધી ઇ-ઓકશન ઓનલાઇન માટે ફોર્મ રજીસ્ટ્રેશન અને એપ્લીકેશન કરવાની રહેશે. 4 એપ્રિલે ઇ-ઓકશનનું બીડીંગ કરવાનું રહેશે. 5મી એપ્રિલે ફોર્મ કચેરીએ જમા કરાવવાના રહેશે.

ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર જઇને સીએનએ ફોર્મ વાહન ખરીદીના 7 દિવસમાં અચૂક ઓનલાઇન ભરી દેવાનું રહેશે. વાહનનાં સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિવસની અંદર જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો