તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસામાની હૂંફ:નવસારી હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા માટે RSSએ રાત્રિ રોકાણ-ભોજનની વ્યવસ્થા કરી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાંતાદેવી રોડ પર વિદ્યાભારતી સ્કૂલને સ્વયંસેવકોએ આશ્રય સ્થાન બનાવ્યું

કોરોનાની બીજી લહેરમાં અસંખ્ય લોકોને અસર પહોંચાડી છે. દર્દીઓથી ઉભરાયેલી હોસ્પિટલોની બહાર બેડ ન હોવાની સુચના પણ મારી દેવામાં આવી. શહેરની દરેક હોસ્પિટલમાં અલગ-અલગ તાલુકાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આવા સમયે પ્રાઇવેટ હોસ્પિટલો હોય કે પછી સિવિલ હોસ્પિટલ દુરથી આવતા દર્દીના સગા તેમના સ્વજન પાસે જ રહે તેવી તેઓ ઇચ્છા ધરાવતા હોય છે. આ સાથે જ તેમને આવન-જાવનમાં સમય અને નાણાંનો વ્યય થતો હોય છે. હાલની પરિસ્થિતિને જોતા કોઇ સગાને ત્યાં જવુ સાવચેતીના ભાગરૂપે પણ હિતાવહ નથી.

આવા કપરા સમયમાં લોક મદદ માટે હર હંમેશ તૈયાર રહેતા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે દર્દીના સ્વજનોને આંટાફેરા ન કરવા પડે અને તાત્કાલિક ધોરણે પોતાના સ્વજન પાસે પહોંચી શકે તેના માટે નવસારી ખાતે રાત્રિ રોકાણની સુવિધા કરવામાં આવી છે.હાલ નવસારી શહેરમાં કોરોનાની સારવાર લેવા માટે જિલ્લામાંથી દર્દીઓ આવે છે અને તેમના સ્વજનોને રાત્રિ રોકાણ માટે કોઇપણ પ્રકારની તકલીફ કે અડચણ ન થાય તે માટે RSSએ શાંતાદેવી રોડ ખાતે આવેલ વિદ્યાભારતી સ્કૂલમાં વ્યવસ્થા કરી છે.

જે કોઇપણ દર્દીના સગાને રાત્રિ રોકાણ કરવું હોય તો તેઓ સાંજે 7.00 વાગ્યાથી સવારે 9.00 વાગ્યા સુધી રોકાણ કરી શકે છે. આ સાથે જ જો કોઇ પાસે જમવાની વ્યવસ્થા ન હોય તો તે પણ ત્યાં પુરી પાડવામાં આવે છે. જો કોઇપણ દર્દીના સગાને રાત્રિ રોકાણ કરવુ હોય દર્દીના સ્વજનો દીપેન્દ્રભાઇ સાંચલા 97379 96595, જયેશભાઇ કાસુન્દ્રા 94279 84574, જયદીપ ઠોરીયા 95370 91190, ભાવેશ શેરશીયા 97251 06107નો સંપર્ક કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...