તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમનાે દિવસ:વેલેન્ટાઇન ડે ને રોબિનહુડ આર્મી રોટી ડે તરીકે ઉજવશે

નવસારી22 દિવસ પહેલાલેખક: નીલ નાયક
 • કૉપી લિંક
 • ગરીબાેની જઠરાગ્ની તૃપ્ત કરી પૂલવામામાં શહીદ જવાનોને અંજલિ અપાશે

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડેના દિવસને પ્રેમના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં એક તરફ પ્રેમી જોડા પ્રેમમાં મશગુલ હશે ત્યાં બીજી તરફ સોશિયલ વર્કરો આ દિવસને સામાજિક કાર્ય કરીને ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો છે. આ યુવાન સામાજિક કાર્યકરોએ વેલેન્ટાઇન ડે ને રોટી ડે તરીકે મનાવવાનો નિર્ધાર કર્યો છે. કેમકે, વર્ષ 2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતના 40 વીર સપૂતો શહીદ થયા હતા. તેમની યાદગીરીમાં એક શ્રદ્ધાંજલીના ભાગ રૂપે વેલેન્ટાઇન ડે ને રોટી ડે તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. છેલ્લા 2 વર્ષથી રોબિનહુડ આર્મી ગુજરાત દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે.

બિન હુડ આર્મી એક સામાજીક સંસ્થા છે. જેનું મુખ્ય કામ લગ્ન પ્રસંગ અથવા કોઇ અન્ય જગ્યાઓ, હોટલ, રેસ્ટોરન્ટ વિગેરેથી વધારાનું ભોજન લઇને ગરીબો સુધી પહોંચાડવાનું છે. નવસારીમાં છેલ્લા બે વર્ષથી આ સંસ્થા કાર્યરત થઇ છે. રોબિન હુડ આર્મી નવસારીમાં અલગ-અલગ જગ્યાથી જેવી કે ઘર, હોટલ, રેસ્ટોરેન્ટ પાસેથી રોટલી મંગાવીને આશરે 2000 જેટલી રોટલીની સાથે શાક ગરીબોમાં આપીને એક સમયના ભોજનની વ્યવસ્થા કરશે.

સવારે 1.00 વાગ્યા સુધી શહેર માંથી રોટી એકઠિ કરી તેની સાથે શાક મુકી બપોરે 3.00 વાગ્યે ગરીબોમાં વિતરણ કરવામાં આવશે. આ સેવાકીય કામગીરી પુલવામામાં શહિદ થયેલા 40 જવાનોની યાદગીરીમાં ઉજવવામાં આવે છે. કાર્યક્રમ શરૂ થવા પહેલા શહીદોને 2 મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.

રોબિનહુડ આર્મી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં પણ મોખરે
આ સાથે જ રોબિનહુડ આર્મી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં પણ મોખરે રહે છે. ગરીબ બાળકોને તથા તેમના માતા-પિતાને સમજાવીને શાળાએ મોકલવાની કામગીરી પણ કરે છે. કપડા, પગરખા જેવી વસ્તુ પણ તેઓ વિતરણ કરે છે. આ માનવતાભરી કામગીરીમાં રોબિનહુડ આર્મી કોઇ પણ નાણાંકીય સહાય લેતુ નથી. ગ્રુપના સભ્યો જ દરેક વસ્તુનો ખર્ચ ઉપાડે છે. - કલ્પેશભાઈ પ્રજાપતિ, સભ્ય, રોબિનહુડ આર્મી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો