તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા, ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો

નવસારી11 દિવસ પહેલા
  • નવસારીની જીવાદોરી સમાન જૂજ ડેમની સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી
  • રાજકોટના ગોંડલ, ઉપલેટા, જસદણ, આટકોટ પંથકમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં આગામી 8 સપ્ટેમ્બર પછી સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

નવસારી શહેરમાં બપોરના એક વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. લાંબા શહેર બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી તે મુજબ આજે બપોર બાદ ભારે વરસાદ વરસવાની શરૂઆત થઇ છે શહેરમાં મુશળધાર વરસાદ વરસતા વાહન વ્યવહાર સહિત જનજીવનને અસર થવા જોવા મળી છે.

સાથે જ શહેરના રાજમાર્ગો પર પાણી ભરાયા હતા.નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરી હોવાની વાત કરવામાં આવી હતી પણ આજે વરસેલા વરસાદના કારણે પાણી ભરાતા પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. જિલ્લામાં મેઘમહેરના કારણે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લાની જીવાદોરી સમાન જૂજ ડેમમાં 102 ક્યુસેક પાણીની આવક થતાં ડેમ છલોછલ થવાને આરે આવ્યો છે.હાલ ડેમની સપાટી 165.30 મીટરને પાર થયો છે,ડેમની ભયજનક સપાટી 167.50 જેટલી છે,ડેમ ભરાઈ જતા એક વર્ષ સુધી પીવા અને સિંચાઈ માટે પાણી ખેડૂતોને આપી શકાશે.

રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના ઉપલેટા, ગોંડલ અને જસદણના આટકોટ, જંગવડ, ખારચીયા, પાંચવડા સહિતના ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા. વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઈ છે. હાલ કપાસ, મગફળી, મગ, અડદ, મકાઇ સહિતના પાકને વરસાદની તાતી જરૂરિયાક હોય ત્યારે જ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાય જતા પાકને ફાયદો થયો છે. આ ઉપરાંત ગોંડલ તાલુકાના મોવિયા ગામે વીજળી પડી હતી. જેમાં મોવિયાના ગોવિંદનગરમાં મકાન પર પાણીની સોલાર પર વીજળી પડી હતી. પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ નથી.

34 ફૂટના વિશાળ ભાદર ડેમનું લેવલ 18 ફૂટે પહોંચ્યું
માત્ર ગત વર્ષની સાથે સરખામણી કરીએ તો 45.4 ઇંચ વરસાદ પડ્યો હતો. આ વખતે 575 મિમિ એટલે કે 23 ઇંચ વરસાદ પડ્યો છે. જે ગત વર્ષથી 22 ઇંચ ઓછો છે. હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજકોટમાં માંડ બે ઇંચ વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ હજુ આગાહી છે. સારો વરસાદ પડે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યાં છે. ડેમોની સ્થિતિ જોઇએ તો 29 ફૂટના આજી ડેમનું લેવલ 16 ફૂટ, 25 ફૂટના ન્યારી ડેમની સપાટી 17.88 ફૂટ અને 34 ફૂટના વિશાળ ભાદર ડેમનું લેવલ 18 ફૂટ રહ્યું છે. તેમાં પણ છેલ્લા વરસાદથી ભાદરમાં ત્રણ ફૂટ પાણી આવ્યું હતું. હવે વરસાદ પહેલા આજી અને ન્યારી ડેમમાં સૌની યોજનાના પાણી આવશે અને રાજકોટની પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેવું શાસકો કહી રહ્યાં છે.

20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારો વરસાદ પડી શકે
હવામાન વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં થંડર સ્ટ્રોમની ગતિવિધિ વધશે. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર 8થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...