તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમૂલ્ય પાણી રસ્તામાં વહ્યુ:વિજલપોરમાં પાણીની લાઈન તૂટતાં 3 દિવસથી રસ્તા પાણીમાં

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભંગાણ પડતા રોજ 8 કલાક પાણીનો બગાડ થાય છે

વિજલપોરના રેવાનગરમાં પાણીની લાઈનમાં ભંગાણ પડી જતા અમૂલ્ય પાણી રસ્તામાં વહી રહ્યું છે. જેમાં નવસારી-વિજલપોર નગરપાલિકાને જાણ કરતા માત્ર એક ખાડો ખોદયો હતો ત્યારબાદ કોઈ કાર્યવાહી ન કરતા છેલ્લા ત્રણ દિવસથી અમુલ્ય પાણી રસ્તા પર વહી રહ્યું છે.

નવસારી વિજલપોર નગરપાલિકામાં સમાવિષ્ટ વિજલપોર શહેરમાં આવેલ રેવાનગરમાં આવેલી મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડતા છેલ્લા ત્રણ દિવસથી સવારે 4 અને સાંજે 4 કલાક પાણી આવવાનાં સમયે આ ભંગાણમાંથી ચોખ્ખું પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે. આ બાબતે પહેલા દિવસે નગરપાલિકાને સ્થાનિકોએ જાણ કરી હતી,ત્યારે નગરપાલિકાના કર્મચારીઓએ આવીને ભંગાણ શોધવા માટે ખાડો ખોદયો હતો, પરંતુ ભંગાણ ન મળતા તેઓ ખાડો ખોદીને ત્યાં ફરક્યા ન હતા. દરરોજ 8 કલાક પાણી રસ્તા પર વહી રહ્યું છે પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા પાણી વહી જવા બાબતે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પાલિકા જળ એ જ જીવન છે તેવા સૂત્રો જાહેરમાં લખે છે પણ તેનું મૂલ્ય પાલિકા સત્તાધીશો સમજી શક્યા નથી.

પાલિકા કર્મીઓએ ખાડો ખોદી સંતોષ માન્યો
અમારા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડવાથી રસ્તા પર વહી રહ્યું છે. પ્રથમ દિવસે નગરપાલિકામાં જાણ કરી ત્યારે આવ્યા અને ખાડો ખોદયો ત્યારબાદ ન આવ્યા. આજેપણ આ ખાડામાંથી પાણી વિતરણ સમયે પાણી રસ્તા પર વહી રહ્યું છે. શિયાળામાં ચોમાસાનો માહોલ સર્જાયો છે. - સ્થાનિક રહીશો,રેવાનગર,વિજલપોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો