તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર-નેતાઓ જાગો:જવાબદાર હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરી દીપને ન્યાય અપાવવા નવસારી જિલ્લામાં વધી રહેલો જનાક્રોશ

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપ મૃત્યુ કેસમાં અનેક રજૂઆતો નિંભર તંત્રના બહેરા કાને અથડાઇ પાછી ફરી

આરોગ્ય વ્યવસ્થા બેદરકારીને કારણે શહેરમાં પાંચ-પાંચ હોસ્પિટલમાં ફર્યા બાદ પણ સારવાર ન મળતા અંતે જલાલપોરના એથાણ ગામના દીપ આહીરનું કરૂણ મોત નીપજ્યું. આ ઘટનાને આજે 10 દિવસની ઉપરનો સમય થઇ ગયો છે. તપાસમાં અધિકારીઓ લાગે છે ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યાં છે. તંત્ર જેમ જેમ તપાસમાં વિલંબ કરી રહ્યું છે તેમ તેમ જનતાનો જનઆક્રોશ વધી રહ્યો છે.

એથાણ ગામ દ્વારા કેલકટર અને ધારાસભ્યોને આવેદનપત્ર આપીને જવાબદારો સામે પગલાં લેવાની માગ કરવામાં આવી આવી છે. તો સામાજિક સંસ્થા પણ હવે ઉત્તરોત્તર આગળ આવીને દીપને ન્યાય અપાવા માટે અને જરૂર પડે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ બેદરકારીમાં જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટી પણ દીપના સમર્થનમાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ દીપના પરિવારની પડખે ઉભી રહીને કોઈપણ કાળે ન્યાય અપાવવાની તૈયારી બતાવી દીધી છે.

ખાનગી હોય કે પછી સરકારી જવાબદાર હોસ્પિટલો સામે પગલાં ભરવા જ જોઇએ અને સારવાર ન આપનાર અથવા સારવારમાં વિલંબ કરનાર હોસ્પિટલ અને તેના ડૉક્ટરો સામે દંડાત્મક પગલા ભરી ફરજ પરથી બરતરફ કરવા જોઈએ.

દીપ અને તેના પરિવારના સમર્થનમાં ન્યાયની માંગ
અમે જિલ્લા, તાલુકા અને શહેરમાં આ બાબતે ચળવળ ચલાવશું અને જરૂર પડે તો રસ્તા પર આવીને દીપ અને તેના પરિવારના સમર્થનમાં ન્યાયની માગ કરીશું. અમે લોકોનો અવાજ બનીને અધિકારીઓ અને રાજકીય ખુરશી પર બિરાજમાન નેતાઓના કાન સુધી અમે અવાજ પહોંચાડશું. - નીરવ નાયક, શહેર કોંગ્રેસ પ્રમુખ, નવસારી

જો સારવાર આપવામાં આવી ન હોય તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ
જો હોસ્પિટલમાં દીપને સારવાર માટે લઈ જવાયો હોય અને હોસ્પિટલના ડોકટરોએ સારવાર આપી ન હોય તો તે અમાનવીય ઘટના છે. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે જો ડોકટરોની ભૂલ હોય તો ચોક્કસપણે કાર્યવાહી થવી જોઈએ. - આર.સી.પટેલ, ધારાસભ્ય, જલાલપોર

તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ કરાશે
નવસારી જિલ્લા પંચાયત હસ્તક આવતા આરોગ્ય વિભાગ સચેત છે પરંતુ જો હોસ્પિટલમાં દીપની જે દુ:ખદ ઘટના ઘટી છે તે પીડા આપનારી છે. જે કોઈ હોસ્પિટલે સારવાર આપી ન હોય તે અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ કરાશે. - ડો. અમિતાબેન પટેલ, પ્રમુખ, નવસારી જિ.પં.

અન્ય સમાચારો પણ છે...