તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:શહેરમાં સિટી બસ સેવા શરૂ થાય તે પહેલા જ રિક્ષાચાલકોનો વિરોધ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષાચાલકો બેકાર બનવાની ઉભી થયેલી દહેશત

નવસારી ઓટો રિક્ષા એસોસિએશનના રાકેશભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારોએ મંગળવારે કલેકટરને નવસારી શહેરમાં સિટી બસ શરૂ થવાથી રિક્ષાચાલકોમાં રોજગારીનો પ્રશ્ન ઉભો થશે અને અન્ય રજૂઆત કરી હતી. આવેદનમાં જણાવ્યું કે નવસારીમાં 3 હજારથી વધુ રિક્ષાચાલકો પોતાનું ગુજરાન રિક્ષા ચલાવી કરી રહ્યાં છે.

મોટાભાગના રિક્ષા ચાલકો એસટી ડેપો અને રેલવે સ્ટેશન પાસે ઉભા રહેવા સિવાય કોઈ સ્થાન નથી. રિક્ષા ચાલકો આખો દિવસ રિક્ષા ચલાવી લાઈટબીલ, રીક્ષા ભાડેથી લીધી હોય તો તેનુ ભાડુ, લોનના હપ્તા, બાળકોને અભ્યાસ કરાવવો હાલના કોરોનાના સમયમાં ખૂબ મુશ્કેલ છે.

બેરોજગારીમાં કોઈ આત્મહત્યા કરશે તો જવાબદારી પાલિકાની રહેશે
સિટી બસ શરૂ કરવાનો નિર્ણય પાલિકા નહીં ખેંચશે તો અમે શહેરની બધી રિક્ષા નગરપાલિકા પટાગણમાં અથવા એક જગ્યાએ ભેગી કરી દઈશું અને એક અરજી પાલિકામાં આપી તેમને અમારા અને અમારા પરિવાર માટે ભરણપોષણની વ્યવસ્થા કરી આપો. નહિંતર અમે ગાંધીચીધ્યા માર્ગે આંદોલન અને જરૂર પડ્યેથી સુભાષચંદ્ર બોઝના પગલે આંદોલન કરીશું. બેરોજગારીમાં કોઈ આત્મહત્યા કરશે તો જવાબદારી પાલિકાની રહેશે. > રાકેશભાઈ પટેલ, મંત્રી, નવસારી રિક્ષા એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...