સમસ્યા:નવસારી જિલ્લામાં શુક્રવારે મહેસુલી કામ ખોરવાયું, ભરૂચ સાંસદના મામલતદાર સાથે વર્તનનો વિરોધ

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર સહિત 190નો સ્ટાફની સીએલ

નવસારી જિલ્લામાં ભરૂચના સાંસદે કરેલ બેહૂદા વર્તનના વિરોધમાં મામલતદાર સહિત 190 જણાનો મહેસુલી સ્ટાફ શુક્રવારે માસ સીએલ પર જતાં મહેસુલી કામ ખોરવાઇ ગયું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાલમાં એક પ્રકરણે સ્થાનિક મામલતદાર સાથે બેહૂદુ વર્તન કર્યું હતું. જેનો વિડીયો પણ વહેતો થયો હતો.જેને લઈ મહેસુલી સ્ટાફમાં ભારે રોષ ફેલાયો હતો. જેના વિરોધમાં શુક્રવારે રાજ્યવ્યાપી માસ સીએલ નું એલાન પણ અપાયું હતું.

એલાનને પગલે શુક્રવારે નવસારી જિલ્લામાં 190 મહેસુલી સ્ટાફ સામુહિક માસ સીએલ પર ઉતરી ગયો હતો. જેમાં 9 મામલતદાર,86 નાયબ મામલતદર, 50 ક્લાર્ક, 45 રેવન્યુ તલાટી પણ હતા. કલેકટર કચેરી ઉપરાંત પ્રાંત કચેરી, મામલતદાર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. એક સાથે મામલતદાર સહિતનો મહેસુલી સ્ટાફ માસ સીએલ પર જતાં શુક્રવારે મહેસુલી કામકાજ ખોરવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં સાંસદે મામલતદાર સાથે કરેલા અશોભનીય વર્તનથી સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તમામ મહેસૂલી કર્મચારીઓ હવે એકજૂથ થઇ આંદોલનના મંડાણ કર્યા છે. એ સાથે જ માસ સીએલ પર ઉતરી જવાનો પણ આદેશ કરાતા તમામ કામથી અળગા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...