તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ આવી:APMCમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગના અહેવાલને પગલે આજથી છૂટક ખરીદી બંધ, માત્ર હોલસેલ ખરીદીને પરવાનગી

નવસારી3 મહિનો પહેલા
  • કુંડાળા દોરીને તમામ નિયમો વેપારીઓ ખરીદદારોને પાળવાના રહેશે

નવસારી વિરાવલ પાસેની APMC માર્કેટ શાકભાજી અને ફળોના હોલસેલની ખરીદી મોટે માર્કેટ છે. ત્યારે શહેરનું પાલિકા પાસેનું લોકલ શાકભાજી માર્કેટ બંધ કરી દેતા લોકો સીધા જ APMC પહોંચી ખરીદી કરતા હોલસેલ અને રિટેલ બંનેના ખરીદદારો ભેગા થતા હતા. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું. જેથી ગતરોજ દિવ્ય ભાસ્કરના અહેવાલના અસરને પગલે APMC મેનેજમેન્ટે તાત્કાલિક નિર્ણય લઈને રીટેલ ખરીદી માટે પ્રતિબંધ લગાવ્યો હતો.અને માત્ર હોલસેલ ખરીદી કરતા વેપારીઓ માટે એપીએમસી હવે ખુલ્લું રહેશે.

પોલીસનો બંદોબસ્ત મુક્યો છેગ્રામ્ય પોલીસમાંથી પોલીસ કર્મીઓ APMCમાં મુકવામાં આવ્યા છે. સાથે કડકાઈથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આગામી 18 મી મે સુધી રિટેલ વેપાર બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...