સ્વચ્છતા અભિયાન:જિલ્લામાં ગામેગામ સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડવાનો સંકલ્પ કરો : કેબીનેટ મંત્રી

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતી નેશનલ સોલ્ટ સત્યાગ્રાહ, મેમોરિયલ હોલ, દાંડીમાં ગુજરાત રાજયના આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પૂ. મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતીની ઉજવણી દાંડીમાં કરી રહ્યાં છે જે ગૌરવ લેવા જેવું છે, કારણ કે દાંડીમાં પૂ.બાપુએ ચપટી મીઠું ઉપાડીને મીઠાનો કાયદો તોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાંખ્યા હતાં. આપણી ભાવિ પેઢી ગાંધીજીના કાર્યોથી વાકેફ થાય અને તેમના સંદેશાને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.

બાપુ દેશમાં જ નહીં પરંતુ પુરા વિશ્વમાં નામના પ્રાપ્ત કરી હતી. તેઓ સ્વચ્છતના ખૂબ જ આગ્રહી હતાં. હવે આપણે પણ ગામેગામ સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી શહેર-ગામડાંઓને સુંદર બનાવવા સંકલ્પ કરી, નવસારીને એક નવી ઓળખ ઉભી કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે 2જી ઓકટોબરે પૂ. મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા થકી શ્રદ્ધાંજલી એજ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે એમ જણાવ્યુ હતું.

આ પ્રસંગે સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પવા સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ/કર્મચારીઓ અને વિવિધ એનજીઓ સાથે મળીને પ્લાસ્ટીક વેસ્ટ કલેકશનની કામગીરી કરવામાં આવી હતી. આ અવસરે મંત્રી નરેશભાઇ પટેલે પ્રાર્થના મંદિરમાં બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કલીન ઇન્ડિયા મિશન લોન્ચીંગ તેમજ સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...