તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Residents Of Maninagar Society On Chhapra Road, Disturbed By Sewage Problem, Reached The Municipal Office And Made A Presentation.

રજુઆત:છાપરા રોડની મણિનગર સોસાયટીના રહીશો ગટરની સમસ્યાથી પરેશાન, પાલિકા કચેરી પર પહોંચી રજૂઆત કરી

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂતકાળમાં ઉભરાતી ગટરો અંગે અનેક આવેદન અપાયા

નવસારી નગરપાલિકામાં શાસકો સત્તારૂઢ થયા બાદ પણ તેઓ અભિનંદન અને અભિવાદન મેળવવાના મૂડમાં હોય તે રીતે સક્રિય થયા નથી તેવા આક્ષેપો શહેરમાંથી થઈ રહ્યા છે. શહેરમાં દૂષિત પાણી અને ઉભરાતી ગટરોની સમસ્યા મુખ્ય રહેવા પામી છે.

આગામી સમયમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે તે પહેલા શહેરમાં ઉભરાતી ગટરો સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બને છે જેથી અનેક વાર રજૂઆત કરી થાકેલા સ્થાનિકોને પાલિકા સુધી લાંબા થવું પડે છે.ગતરોજ વોર્ડ નંબર 3ના ઠક્કરબાપા વાસમાં રોગચાળાની ફરિયાદ શમી નથી ત્યાં ફરી વાર છાપરા રોડના મણીનગર -1 સોસાયટી પાસે ઉભરાતી ગટરની ફરિયાદ લઇ સ્થાનિકો પાલિકા કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભૂતકાળમાં કરેલી રજૂઆતનો પણ ઉલ્લેખ કર્યો હતો છતાં પણ આજદિન સુધી ઉભરાતી ગટરનો નિકાલ શાસકો કે પાલિકાના કર્મચારીઓ લાવી શક્યા નથી.

હાલ શહેર કોરોનાની મહામારી માંથી મુક્તિ મેળવી માંડ માંડ બહાર આવવા પ્રયાસ કરે છે ત્યારે ગટરમાંથી ઉત્પન્ન થતા મચ્છરોનો ઉપદ્રવ થકી રોગચાળો ફાટે તેવી દહેશત ઉભી થઇ છે તેવામાં પાલિકા સક્રિય બનીને જે તે વિસ્તારમાં ફરિયાદનું નિવારણ કરે તેવી માંગ આક્રોશ સાથે ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...