• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Reservation Counter At Navsari Railway Station, Which Was Closed For Two Months, Will Be Reopened From 8 Am To 6 Pm, Refund Will Be Given From May 31.

લોકડાઉન 4.0:નવસારી રેલવે સ્ટેશન પર બે મહિનાથી બંધ કરાયેલું રિઝર્વેશન કાઉન્ટર ફરી શરૂ, સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી શરૂ રહેશે, 31 મે થી રિફંડ અપાશે

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે રિઝર્વેશન કાઉન્ટર જે છેલ્લા 2 મહિનાથી બંધ હતું, જેના કારણે આ વેકેશનના સમયે હજારો મુસાફરોએ પોતાના પરિવાર સાથે ગામ જવા માટે રિઝર્વેશન કરાવ્યું હતું પરંતુ લોકડાઉનને કારણે તમામ ટ્રેન બંધ થતા લોકોના રિઝર્વેશન કેન્સલ થયા હતા. હવે 29મી મેથી નવસારી રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી આ કાઉન્ટર શરૂ રહેશે. જેમાં ફરીથી ટ્રેનોના રિઝર્વેશન પણ શરૂ કરવામાં આવશે તેમજ 31મી મેથી રિફંડ આપવાનું પણ ચાલુ કરવામાં આવશે. 

DRM ખૂબ જ સકારાત્મક
રેલવે ડીઆરએમ સાથે અમારી વાતચીત થઈ હતી. જેમાં ટિકિટબારી, કર્ણાવતી ટ્રેન તેમજ સાપુતારા અને દાંડીને ધ્યાને લઈને નવસારી રેલવે સ્ટેશનને વધુ મહત્ત્વ આપવામાં આવે તેમજ 1લી જૂનથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે. આ તમામ રજૂઆત બાબતે ડીઆરએમ ખુબ જ સકારાત્મક રહ્યા હતા.-સંતોષ લોટાણી, રેલવે સલાહકાર સમિતિ સભ્ય
મુસાફરોની સમસ્યાનો હલ થશે
નવસારી રેલવે સ્ટેશન પર રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથેસાથે રિફંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી મુસાફરોની સમસ્યાનો હલ થાય. રેલસેવા પૂર્વવત થવા સાથે મુસાફરોનું આવાગમન સરળ બનશે.-ઉદયસિંહ, રેલવે મેનેજર

નવસારીથી 550 બિહારી ટ્રેનમાં વતન રવાના, ટિકિટના નાણાં રિફંડ

નવસારીથી બિહાર જવા સ્પેશિયલ ટ્રેનમાં 550થી વધુ લોકો રવાના થયા હતા.આ ટ્રેનમાં મુસાફરો વિનામૂલ્યે ગયા હતા.કોરોના વાઈરસના કારણે મુકાયેલ લોકડાઉનમાં નવસારી જિલ્લામાં પણ હજારો ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.જોકે આ મુશ્કેલીમાં મુકાયેલ લોકો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાતા નવસારીથી પણ યુપી અને બિહાર માટે ટ્રેનો દોડાવાઇ હતી.નવસારીથી આવી 8થી વધુ ટ્રેનોમાં 12 હજારથી વધુ ઉત્તર ભારતીયો તેમના વતન પહોંચી પણ ગયા છે.જોકે જિલ્લામાં રહેતા કેટલાક બિહારીઓ હજુ વતન જવા માંગતા હતા. આ બિહારીઓની નોંધણી કરાઈ હતી.શુક્રવારે એક સ્પેશિયલ ટ્રેન વાપીથી નાલંદા (બિહાર)ઉપડી હતી,જેમાં નવસારી રેલવે સ્ટેશનેથી પણ અંદાજે 550 બિહારીઓ સામેલ થયા હતા.અગાઉ ટિકિટ માટેના પૈસા લેવાયા હતા પરંતુ મુસાફરી ફ્રી કરાતા શુક્રવારે પૈસા પરત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...