તપાસ:આપઘાતના અલગ-અલગ 3 બનાવમાં તમામનો બચાવ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ ઉંદર મારવાની દવા ગટગટાવી
  • વૃદ્ધે​​​​​​​ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

નવસારી જિલ્લામાં આપઘાતના પ્રયાસની 3 ઘટના નોંધાઈ હતી. છે. સદનસીબે આ ઘટનામાં તમામનો જીવ બચી ગયો હતો.

નવસારી જિલ્લામાં 3 આપઘાતના પ્રયાસની ઘટના નોંધાઈ છે. જેમાં પ્રથમ ઘટના મરોલી પંથકમાં રહેતી 32 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઉંદર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને દવા પીધા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેનો જીવ બચી ગયો હતો. આ બનાવની એએસઆઈ નઈમખાન ડોસખાન કરી રહ્યાં છે.

બીજી ઘટનામાં નવસારીના દિનેશભાઈ ઘણા સમયથી શારીરિક વ્યાધિ હોય દવા કરવા છતાં સારું નહીં થતું હોય કંટાળીને ઘરે એકલા હતા ત્યારે રાત્રિના સમયે ફીનાઇલ પી લીધું હતું. સારવાર માટે તેમનો પુત્ર સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમનો જીવ બચી ગયો હતો.

ત્રીજી ઘટનામાં જલાલપોર પંથકના ગોવિદભાઇ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નવસારીની ખાનગી હોસ્પિટલમાં તેમને લઈ જતા તુરંત સારવાર મળવાથી તેમનો જીવ બચી ગયો હતો. આ બનાવની એએસઆઈ લક્ષ્મણ ગંભીરસિંહ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...