તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહકાર આપો:સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો ધોરણ-9 થી 12ની શાળા શરૂ કરવાની મંજૂરી આપવા અનુરોધ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટયૂશન કલાસની સરખામણીએ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળા કરી શકે છે

તાજેતરમાં સરકારની કોર કમિટીની મળેલી મિટીંગમાં જે રીતે ટયૂશન કલાસીસ અને ધાર્મિક સ્થળો સહિતના અનેક વાણિજ્ય વ્યવસાયોને કોવિડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, તે અનુસાર ધોરણ 9 થી 12 ની તમામ શાળાઓને પણ ફરી શરુ કરવા મંજૂરી આપવામાં આવે તે માટે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સરકારને અનુરોધ કર્યો છે.

કોરોનાના કેસો ઓછા થતા સરકારે નવું જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં ટ્યૂશન ક્લાસીસને ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ બાબતે નવસારી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ મનોજ જીવાણીએ જણાવ્યું હતું કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એકપણ બનાવ નહીં બને તેની કાળજી રાખીને શરૂ કરી હતી. તે રીતે જયારે હવે કોરોના કાબુમાં આવ્યો છે અને સરકાર દ્વારા ટયુશન કલાસ અને અન્ય વાણિજય અને ધાર્મિક સંસ્થાને ખોલવાની મંજૂરી આપી છે, તે રીતે પ્રથમ તબક્કામાં સરકારે ધોરણ 9 થી 12ની શાળાઓને ફરી શરુ કરવાની મંજૂરી આપવી જોઇએ તેવી માંગણી છે.

ટયૂશન ક્લાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટયૂશન કલાસની સરખામણીએ કોવિડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે. તે ઉપરાંત ધોરણ 9 થી 12ના વર્ષ અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ દોઢ વર્ષ જેટલુ પ્રત્યક્ષ શિક્ષણનું નુકસાન થયું છે, તો સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ નહીં કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમયથી શાળા સંચાલકો દ્વારા શાળામાં ઓફલાઇન અભ્યાસ ક્રમ શરૂ થાય તેવી માંગણી કરતા રહ્યા છે. આ અગાઉ ટ્યૂશન ક્લાસીસના સંચાલકોએ પણ રાજ્ય સરકાર સુધી ક્લાસીસ શરૂ કરવા માટે પરવાનગી આપવા અનુરોધ કરી આવેદન પત્ર પણ આપ્યું હતું.

હાલ નવસારી જિલ્લામાં કોવિડ સંક્રમણમાં ધરખમ ઘટાડો થતાં જિલ્લામાં સરકારની કોવિડ-19ની ગાઇડલાઇનમાં ચુસ્ત પણે પાલન થઇ રહ્યું છે ત્યારે શાળા સંચાલકોએ પણ પોતાની માગ દહોરાવી છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વહેલી તકે ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરવા માટે સરકાર સમક્ષ અનુરોધ કર્યો છે. જોકે, આગામી દિવસોમાં સરકારના નિર્ણય પર વધુ મદાર રહેશે.

ટ્યૂશન કરતા શાળાની વ્યવસ્થા સારી
અમે સરકારને ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવા અનુરોધ કરીએ છીએ. ટયૂશન કરતા શાળાઓમાં સરકારની કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન સારી રીતે થતું હોય છે. જેથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળા શરૂ કરવા અનુરોધ કર્યો હતો. > મનોજ જીવાણી, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...