તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હળપતિ સમાજના યુવાનનું મોત થતા જવાબદાર સામે પગલાં લેવા રજૂઆત

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરને કરાયેલી ફરિયાદમાં મૃતકના પરિવારને વળતર માટે માગ કરાઇ

નવસારીના ખડસુપામાં રહેતા બી.કોમ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હળપતિ યુવાનની બાઈક આગળ ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનનું મૃત્યુ થયું હતું. જેને પગલે હળપતિ સમાજ મંડળ દ્વારા વાબદાર સામે પગલાં લેવા અને મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

હળપતિ સમાજ સેવા મંડળના ડો. ચેતન પટેલ, રાજેશ તલાવીયા, રમેશ તલાવીયા, વિજયભાઈ રાજેન્દ્રભાઈ તથા અગ્રણીઓએ કલેકટરને ઉદેશીને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે નવસારીમાં બુધવારે કાલિયાવાડી નવસારી રસ્તા પર રખડતા ઢોરના જમાવડાને લીધે થયેલા અકસ્માતમાં હળપતિ સમાજના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હતું. વિશાલ હળપતિ ટી.વાય.બી.કોમનો આશાસ્પદ વિદ્યાર્થી હતો. પરીક્ષાના પેપર આપતા પહેલા જ તેના મૃત્યુ થતા તેના મૃત્યુ બાબતે જવાબદાર કોણ ? આ બાબતે કડક વલણ અપનાવી જવાબદાર પશુપાલકો, નગરપાલિકા અને સરકારી તંત્રના અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપી સખત પગલાં ભરવાની જરૂર છે.

મૃતકના પરિવારને કોંગી અગ્રણીઓની સાંત્વના
નવસારીમાં અભ્યાસ કરતા વિશાલ હળપતિના આકસ્મિક મોત બાદ ધારાસભ્ય અનંત પટેલ, દિપક બારોટ, મોહમદ મંગેરા, એ.ડી.પટેલ સહિત કોંગી અગ્રણીઓએ બીજા જ દિવસે તેમના ઘરે મુલાકાત લઈ સાંત્વના આપી હતી. આ બાબતે સરકારમાં રજૂઆત કરવા બાંયધરી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...