રેલવે વિશેષ:નવસારી રેલવે સ્ટેશનને પણ વાપીની જેમ જ આદર્શ રેલવે સ્ટેશન જાહેર કરવા રજૂઆત

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં રેલવે કમિટીની મિટીંગમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવામાં આવી

નવસારી જિલ્લામાં આવેલ મુખ્ય રેલવે સ્ટેશન નવસારીને એ ગ્રેડનો દરજ્જો મળ્યાં બાદ પણ ઘણી મહત્વની ટ્રેનોના સ્ટોપેજ નહીં મળતા ચિંતા વધી છે. આ બાબતે અને અન્ય રજૂઆત સંદર્ભે મુંબઈમાં વેસ્ટર્ન રેલવેના DRM, DCMના અધ્યક્ષપદે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી પણ ZRUCC કમિટીના મેમ્બરોએ હાજરી આપી હતી. જેમાં વાપીને આદર્શ રેલવે સ્ટેશન જાહેર કરાયુ તેમ નવસારીને પણ જાહેર કરવામાં આવે તેમ મેમ્બર સંજય શાહે જણાવ્યું હતું.

તાજેતરમાં મુંબઈમાં વેસ્ટર્ન રેલવેના DRM સત્યાકુમાર તથા DCM તેમજ રેલવેના અન્ય અધિકારીઓ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલવેના ZRUCC મેમ્બર સંજય શાહ હાજર રહ્યાં હતા. આ મિટીંગમાં તેઓએ નવસારી રેલવે સ્ટેશનના વર્ષોથી પેન્ડિગ ચાલતા ટ્રેનના સ્ટોપેજ, મુસાફરોના પ્રશ્નો બાબતે અને હજુ સુવિધા નહીં હોય તેવી સુવિધા સત્વરે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. આ બાબતે ડીઆરએમ એ પણ નવસારીના જાહેર પ્રશ્નોની ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં નવસારી રેલવે સ્ટેશનની તમામ માંગ પૂરી થાય તે માટે પ્રયત્નો રહેશે તેવી ખાતરી આપી હતી.

અન્ય જિલ્લા મથકો જેવી સુવિધા મળતી નથી
નવસારી જિલ્લો હોવા છતાં અન્ય જિલ્લાના મુખ્ય મથકોએ જે રીતે ફેસિલિટી મળે છે તે મળતી નથી. વાપીની જેમ આદર્શ રેલવે સ્ટેશન જાહેર કર્યું તેમ નવસારીને પણ કરવું જોઈએ તેમ અનુરોધ કર્યો હતો. મિટીંગમાં રેલવેના અધિકારીઓએ નવસારી સ્ટેશનને વધુ સુવિધા મળશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. > સંજય શાહ, ZRUCC કમિટી મેમ્બર

અન્ય સમાચારો પણ છે...