તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં 18684 કોવિડ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત 16માં દિવસે પોઝિટિવ કેસ નહિ
  • છેલ્લે પોઝિટિવ કેસ 19 ઓગસ્ટે હતો

જિલ્લામાં કોરોનાનો છેલ્લો પોઝિટિવ કેસ 19 ઓગસ્ટના રોજ સરકારી ચોપડે નોંધાયો ન હતો,ત્યારબાદ કેસ નોંધાયો નથી.છેલ્લા 16 દિવસમાં 18684 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે,જોકે તેમાં કોઈનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી.

અહીં ઉલ્લેખનીય છે કે શનિવારે પણ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસ 7183 જ રહ્યા છે.હાલ જિલ્લામાં કોઈ જ એક્ટિવ કેસ નથી અને છેલ્લા 9 દિવસથી જિલ્લો કોરોનામુક્ત જ છે.

શનિવારે વધુ 11658ને રસી
જિલ્લામાં 10 હજારથી વધુ રસીકરણ પણ જારી રહ્યું હતું અને શનિવારે વધુ 11658 જણાએ રસી લીધી હતી.8166 જણાએ પહેલો ડોઝ અને 3492 જણાએ બીજો ડોઝ લીધો હતો.18થી 44 વર્ષ વચ્ચેના 6518 જણાએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...