તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સંક્રમણ ઘટતા ધોરણ 10-12ના રિપિટર છાત્રોની હવે ઓફલાઇન પરીક્ષા લેવાશે

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 જુલાઇથી વિ.પ્રવાહમાં 50 માર્કના MCQ અને 50 માર્કની વર્ણનાત્મક પરીક્ષા
  • નવસારીમાં ધો-10માં 5352 અને ધો-12માં કુલ 4299 છાત્ર નોંધાયા

સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થતા સરકારે હવે પરીક્ષા લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેમાં ધોરણ 10 અને 12મા રેગ્યુલર છાત્રોને માસ પ્રમોશન આપી પાસ કરી દેવામાં આવ્યા છે. જ્યારે રિપિટર છાત્રોની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવતા 15મી જુલાઈથી સમગ્ર રાજ્યમાં રિપિટર છાત્રોની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ઓફલાઇન હોય શિક્ષણ તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. નવસારી જિલ્લામાં ધોરણ-10ના 5352 અને ધોરણ-12ના કુલ 4299 છાત્ર માટે પરીક્ષાનું આયોજન, બેઠક વ્યવસ્થા અને કેટલા બ્લોકમાં કઈ રીતે પરીક્ષા લેવાશે તે અંગે તૈયારી કરી લીધી છે.

નવસારી જિલ્લામાં પણ આગામી 15 જુલાઈથી ધોરણ 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની ઓફલાઈ પરીક્ષા લેવાની શરૂઆત થશે. જેમાં નવસારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં ધોરણ-10મા 5352 છાત્ર, જયારે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના 1959 અને વિજ્ઞાન પ્રવાહના 2340 છાત્ર મળી કુલ 9651 રિપિટર છાત્ર પરીક્ષા આપનાર છે. આ રિપિટર છાત્રોની જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 46 બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવનાર છે.

20 કેન્દ્ર અને 449 બ્લોકમાં સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની માર્ગદર્શિકા મુજબ પરીક્ષા લેવાનાર છે. જેમાં ગેરહાજર રહેનાર છાત્રો માટે પણ આગામી દિવસોમાં પરીક્ષા લેવાશે તેવી માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધો-10 અને 12 ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓમાં પણ નારાજગી વ્યાપી ગઇ હતી.

પરીક્ષા માટે આ રીતે આયોજન કરાશે
દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ ભાગ-1 માં 50 ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-2માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ નહીં ફેલાય તેની ચિંતા સાથે સરકારના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 પરીક્ષાર્થી પરીક્ષા આપશે. દરેક કેન્દ્રોમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન, સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...