તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીનોવેશનનો નિર્ણય:નગરપાલિકા કચેરીના ભોંયતળિયે વિવાદ બાદ પ્રથમ માળે રિનોવેશન

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોંયતળિયે કામની ગુણવત્તાને લઈ વિવાદ થયો હતો
  • પ્રથમ ફ્લોર પૂર્વ બાજુ માટે 77 લાખનો ખર્ચ કરાશે

નવસારી નગરપાલિકા કચેરીના ભોંયતળિયે કરાયેલ રીનોવેશનમાં વિવાદ થયા બાદ હવે પ્રથમ ફ્લોરના પૂર્વ ભાગે 77 લાખના ખર્ચે રીનોવેશનનો નિર્ણય લેવાયો છે. નવસારી નગરપાલિકા કચેરી (હવે નવસારી વિજલપોર પાલિકા કચેરી)ના રીનોવેશનનો નિર્ણય ભૂતકાળમાં લેવાયો હતો. જે અંતર્ગત ભોંયતળિયે રીનોવેશન શરૂ કરાયું હતું. જોકે કામ પૂર્ણ થયા બાદ પાણી ગળતા તથા ગ્રેનાઈટના કામને લઈ વિવાદ થયો હતો અને આ મુદ્દે સ્પેશિયલ કમિટી નિમાઈ હતી.

બાદમાં કોન્ટ્રાકટર પાસે પ્રથમ ફ્લોર પર કામ કરાવાયું ન હતું, જે કામ બાકી જ રહી ગયું હતું. હવે નવી પાલિકા બન્યા બાદ કચેરીમાં પ્રથમ ફ્લોર ઉપર પૂર્વ બાજુએ પણ રીનોવેશન કરવાનો નિર્ણય લીધો છે. આ માટે અંદાજે 77 લાખનો ખર્ચ કરાશે. અગાઉ ટેન્ડરિંગ માટે એક પ્રયત્ન કરાયા બાદ હાલ બીજો પ્રયત્ન કરાયો છે. અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા કચેરીમાં પ્રથમ ફ્લોર ઉપર જ પશ્ચિમ બાજુએ અગાઉ અંદાજે 25 લાખના ખર્ચે રીનોવેશન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...