તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:દિવાળીના દિવસે કોરોનાનો કેસ નહીં નોંધાતા તંત્રને રાહત

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 દર્દી રિકવર થતા એક્ટિવ કેસ 21 રહ્યા

નવસારી જિલ્લામાં દિવાળીના શુભદિને કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.

નવસારી જિલ્લામાં દિવાળીના દિવસો શરૂ થયા તે દરમિયાન કોરોના લગભગ કાબુમાં રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી માત્ર બે થી ચાર જ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. શનિવારે દિવાળીના દિવસે તો આખા જિલ્લામાં એક પણ કેસ સરકારી ચોપડે ન નોંધાતા લોકોને રાહત થઈ હતી અને આરોગ્ય વિભાગને પણ હાશ થઈ હતી. વધુ કેસ ન નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસોનો આક 1368 ઉપર જ સ્થિર રહ્યો હતો.શુક્રવારે 4 કેસ નોંધાયા બાદ પુનઃ શનિવારે સ્થિતિ સુધરી હતી.કોઈ કોરોનાના દર્દીનું મૃત્યુ થયું ન હતું. દિવાળીના દિવસે વધુ 4 કોરોનાના દર્દી રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 1246 થઈ હતી.એક્ટિવ કેસો 21 જ રહ્યા છે.જે એક્ટિવ કેસો છે તેમાં પણ મહત્તમ દર્દી હોમ આઇસોલેસનમાં જ છે. કોરોનાની ચકાસણી અર્થે શનિવારે વધુ 398 સેમ્પલ લેવાયા હતા,જેના રિપોર્ટ હજી પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો