રાહત:ઈંટાળવા ડોજી ફળિયાની પાણીની બગડેલી મોટર રિપેર કરતા રાહત

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોટરવર્કસ કમિટીના ચેરમેનને ફરિયાદ મળતા કાર્યવાહી
  • 20 થી વધુ પરિવારના લોકોને મુશ્કેલી ઉભી થઇ હતી

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-13માં ઈંટાળવા ગામના ડોજી ફળિયામાં ઇલેક્ટ્રીક મોટર વડે પાણીનું વિતરણ કરવામાં આવે છે. મંગળવારે પાણીની મોટર બગડી ગઈ હતી. આ બાબતે ફળિયાના લોકોએ ફરિયાદ કરતા માત્ર 6 કલાકમાં જ સમસ્યાનું નિરાકરણ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ હતી.

નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં આવેલા ઇંટાળવાના ડોજી ફળિયામાં 20થી વધુ આદિવાસી પરિવાર રહે છે. તેમને ઈલે. મોટર વડે પાણીનું વિતરણ કરવામાં આવે છે. મંગળવારે આ પાણીની મોટર અચાનક બંધ થઈ જતા ફળિયાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેને પગલે નવસારી-વિજલપોર પાલિકામાં સવારે ફરિયાદ કરી હતી.

ફરિયાદને પગલે પાલિકાના વોટર વર્ક્સ કમિટીના ચેરમેન પ્રશાંત દેસાઈને જાણ થતાં તેઓએ સવારે 7.15 કલાકે મળેલી ફરિયાદનું નિરાકરણ બપોરે 1 વાગ્યા સુધીમાં કરી દેતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઇન તૂટી જવાના બનાવો બનતા રહ્યા છે. જેના પગલે હજારોની સંખ્યામાં લોકોએ ભર ઉનાળે તકલીફ વેઠવી પડી રહી છે. હવે પાણી વિતરણ માટે જરૂરી મોટર બગડતા ડોજી ફળિયાના લોકોને થોડા કલાક માટે મુશ્કેલી ઉભી થઇ હતી.

દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ કાર્યવાહી
તીઘરા જકાતનાકા પાસે ચાર દિવસથી પાણીની લાઈન તુટી જતા પાણીનો વેડફાટ થયો હતો. જેનો અહેવાલ 11મી દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા વોટરવર્ક્સ ચેરમેન પ્રશાંત દેસાઈએ તુરંત પાલિકામાં જાણ કરતા સ્ટાફે ઘટનાસ્થળે જઈ પાણીની લાઇન રિપેરીંગ કરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...