પ્રાદેશિક મિટિંગ:દેશની કૃષિ યુનિવર્સિટીઓનાં કુલપતિઓની પ્રાદેશિક મિટિંગ નવસારીમાં યોજાઈ

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીની કૃષિ યુનર્વિસટીમાં દેશની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓનો ત્રિદિવસીય પ્રાદેશિક મીટીંગનો કાર્યક્રમ કુલપતિ ડો. ઝેડ.પી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ પ્રસંગે કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણના રાજયમંત્રી કૈલાશ ચૌધરીએ વંચ્યુલ માધ્યમથી શિક્ષણનીતિ, કૃષિ વિકાસ તેમજ FPOની રચના દ્વારા રોજગાર સર્જન અને ખેડૂતોની આવક બમણી કરવા માટે નવી તાંત્રિકીઓના વિકાસ અને સંશોધનથી મદદરૂપ થવા અપીલ કરી હતી.

વિવિધ કૃષી યુનિ.ના 30 કુલપતિઓ ઉપસ્થિત રહ્યા
અતિથિ વિશેષ તરીકે વીએનએસજીયુના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડા, જોઈન્ટ એમડી અસ્પી ગ્રુપ ઓફ કંપનીના કિરણભાઈ એલ. પટેલ, મુખ્ય મહેમાન તરીકે IAUAના ડો. રામેશ્રવરસિંહ અને ડો. દિનેશકુમાર તથા કુલ વિવિધ કૃષી યુનિ.ના 30 કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે
નવસારી કૃષિ યુનિ.માં નવી શિક્ષણ નિતીના સંદર્ભમાં કૌશલ વિકાસ માટે વ્યવસાયલક્ષી નવા શોર્ટટમ અને સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે. આ ત્રણ દિવસ બાદ દરેક કુલપતિની ભલામણોને સર્વાનુમતે નક્કી કરાયેલ ભલામણોને અન્ય કુલપતિઓ પાસે મોકલવામાં આવશે. આ મીટીંગના ઉદ્ઘાટન સમયે નવસારી યુનિ.ના કુલપતિ ડો.ઝેડ.પી.પટેલની 2 વર્ષની કામગીરીનો ચિતાર આપતી 'પરિવર્તન' મેગેઝીન અને દર કવોટરમાં ઇ-ન્યૂઝ તરીકે બહાર પાડવામાં આવતી મેગેઝીન 'સ્પેક્ટ્રમ'નું વિમોચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...