1લી માર્ચે રાત્રે 9 વાગ્યે ગણદેવી મટવાડ પાટીયા પાસે મુંબઈ જતા ટ્રકે ડીવાઈડર કૂદીને અમદાવાદ ટ્રકે પર જતા પિકઅપ અને સ્વિફ્ટ કાર સાથે ટક્કર થઈ હતી જેમાં પીઓપ ના દોરવાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આ અકસ્માતમાં ગણદેવી પોલીસે ટેન્કર ચાલક નું નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે ડ્રાઇવર ને ચાલુ ગાડીએ છાતીમાં દુખાવો થતાં ટેન્કર પોતાનું ટ્રેક કૂદીને સામેના ટ્રેક પર જતી રહી હતી.જેને કારણે અકસ્માત થયો હતો.
ટ્રકચાલક લોકેશ ગીરધરલાલ પંચાલે ગણદેવી પોલીસને જણાવ્યું છે કે મને રાત્રે છાતીમાં દુખાવો થતાં અકસ્માત થયો હતો પણ પોલીસતેની વાતની ખાતરી કરવા માટે તેનું મેડિકલ ટેસ્ટ કરાવશે.પોલીસને શંકા છે કે તેને ઊંઘનું ઝોકું આવી ગયું હશે જેને કારણે અકસ્માત થયો હતો.પોલીસ ડ્રાઈવરનો આજે કોર્ટમાં રજૂ કરશે.
શું હતી અકસ્માતની ઘટના?
નવસારીના ગણદેવી પાસે આવેલા મટવાડ પાટીયા પાસે 1લી માર્ચે રાત્રે 9:30 કલાકે ટ્રિપલ અકસ્માત થયો હતો. જેમાં મુંબઈ તરફ જઈ રહેલા ટ્રક ચાલકને ઝોકુ આવી જતા તે ડિવાઈડર કૂદી અમદાવાદ તરફના રૂટ પર જઈ ચઢતા સામેથી આવતા પીકઅપના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. સાથે જ એક swift કાર પણ ટ્રક સાથે ઠોકાતા તેમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો જેમાં બે વર્ષીય બાળકીને પગમાં ફ્રેક્ચર થતા તમામને સારવાર અર્થે ખસેડાયા હતા.
અકસ્માતની ઘટનામાં ટ્રકચાલક લોકેશ ગિરધર પંચાલની ભૂલ હોવાનું સામે આવ્યું હતું. ટ્રકે ડિવાઇડર કુદાવી અમદાવાદ રૂટ પર આવી જતા સામેથી આવતા પિકઅપ વાન સાથે અથડાઈ હતી. જેમનો ચાલક રસિક સમાને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પીકઅપમાં રહેલી મહિલા શારદાબેનને પગમાં ઈજા થતા તેને ખારેલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા,સ્વિફ્ટ કારમાં સવાર સંજય શાહ ઉ.54,શર્મિલા શાહ 49,શિવાની ગાંધી 2 વર્ષીય બાળકને શિવાંશને પગમાં ઈજા થતા નિરાલી હોસ્પિટલમાં ખસેડયા હતા.સ્વિફ્ટ કારના ચાલક ભરત કંચનએ ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપી છે.ગણદેવી પોલીસે વધુ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.