તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોના કાળમાં નવસારી રેલવે સ્ટેશનના 22 કિમીમાં અકસ્માત મૃત્યુની સંખ્યામાં ઘટાડો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ-2019માં 68, 2020મા 42 અને 2021 જૂન દરમિયાન 16 જણાના ટ્રેનની અડફેટે મૃત્યુ

નવસારીમાં આવેલા રેલવે સ્ટેશન વિસ્તારમાં વેડછાથી સચિન સુધીની 22 કિમીની નવસારી રેલવે પોલીસની હદ આવેલી છે. જેમાં ટ્રેન અડફેટે આવતા લોકો અને ચાલુ ટ્રેનમાંથી પડી જઈ અકસ્માત મોતને ભેંટનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં વર્ષ-2019માં 68થી વધુ લોકોના ટ્રેન અડફેટે મૃત્યુ થયાની નોંધ રેલવે વિભાગે કરી હતી. વર્ષ-2020-21મા કોરોનાના કારણે ટ્રેનસેવા બંધ રહેતા અકસ્માતની સંખ્યા ઘટી હતી. કોરોનાના દિવસો દરમિયાન દોઢ વર્ષમાં ટ્રેનની અડફેટે 58 જણાંના મૃત્યુ થયા હતા.

ગુજરાત રેલવે પોલીસના વલસાડ ડિવિઝનમાં નવસારી રેલવે પોલીસનો સમાવેશ થાય છે. જેમાં સ્ટાફના અભાવે પણ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને ગુના પણ ઓછા નોંધાયા છે. નવસારી રેલવે પોલીસની હદમાં નવસારીના વેડછાથી સચિન રેલવે સ્ટેશન સુધીની હદમાં વિવિધ કામગીરી કરવાની હોય છે. જેમાં ચોરીની ઘટના, ગુમ અને ચાલુ ટ્રેનમાંથી પડી જવું, ટ્રેનની અડફેટે આવી જવાની ઘટના અંગે કાર્યવાહી કરવાની હોય છે. કોરોના મહામારીને પગલે ટ્રેનની સેવા લિમિટેડ કરવામાં આવી છે ત્યારે ટ્રેનની અડફેટે અને અકસ્માત મોતની ઘટનામાં ઘટાડો થયો છે. રેલવે પોલીસે આપેલી માહિતી મુજબ વર્ષ-2019મા 68, વર્ષ-2020માં 42 અને વર્ષ-2021માં જૂન માસની 12 તારીખ સુધીમાં માત્ર 16 જ ટ્રેન અડફેટે અકસ્માતે મોત થયા હોવાની માહિતી મળી છે. જેમાં ગુજરાત રેલવે પોલીસ દ્વારા બિનવારસી લોકોની ઓળખ માટે ઘણી મહેનત કરવી પડે છે ત્યારે આવી અજાણી લાશને કપાયેલી હાલતમાં લાવવા રેલવે પોલીસે વર્દીમાં જ ઉંચકવી પડતી હોવાની વાતો વિચારતા કરી મૂકે છે.

રાજુભાઇ છેલ્લા 15 વર્ષથી મૃતકોની અંતિમક્રિયા સુધી ફરજ બજાવે છે
નવસારી રેલવે વિભાગમાં ઘણીવાર ટ્રેનની અડફેટે આવનાર લોકોના દેહના ટૂકડે ટૂકડા થતા હોય છે, જે ટૂકડા એકત્ર કરી મૃતદેહના પીએમ સુધીની કાર્યવાહી રેલવે પોલીસ અધિકારીઓએ જ કરવી પડતી હોય છે. જેમાં છેલ્લા 15 વર્ષથી રેલવેમાં કુલી તરીકે કામ કરનાર રાજુભાઇ અને દિલીપભાઈ નામના શ્રમજીવી કામગીરી કરી રહ્યાં છે. સામાન્ય લોકોના દેહના ટૂકડા થયા તેવું દૃશ્ય જોતા બેભાન થઈ શકે પણ આવી કામગીરી રેલવે પોલીસને મદદ કરનાર બે શ્રમજીવી 15 વર્ષથી આવી કામગીરી કરી રહ્યાં છે. આવા મદદગાર લોકોનું સન્માન થાય તેવી લોકમાંગ ઉઠી છે.

પીએમ માટે છેક સુરત સિવિલમાં જવું પડે છે
સચિન શહેર સુરત જિલ્લામાં આવતું હોય પહેલા કોઈ ટ્રેનની અડફેટે આવી જાય તો તેનું પીએમ સચિન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થતું હતું. હવે સચિન સુરત શહેરમાં આવી જવાથી હવે સુરત સિવિલમાં પીએમ કરાવવા જવું પડે છે. જેનાથી રેલવેના કર્મચારીઓનો સમયનો વ્યય થાય છે. વર્ગ-4ના સ્વીપર જેવા કર્મચારીઓની નિમણૂંક કરી ન હોય જ્યારે અકસ્માત થાય ત્યારે રેલવે પોલીસે સ્ટ્રેચર જાતે ઊંચકીને જવું પડે છે. ત્યારે તકલીફ વેઠવી પડે છે. જોકે, અન્ય કર્મીઓનો સહકાર મળી રહે છે. > અરવિંદભાઇ મહાલા, હેકો, નવસારી રેલવે પોલીસ

અન્ય સમાચારો પણ છે...