નવસારી શહેરમાં કેટલાક સમયથી રઈશઝાદા યુવાનો સ્પીડમાં બાઈક હાકીને અન્ય રાહદારીઓ માટે જોખમ ઊભું કરે છે. અનેક વખત આ મામલે જિલ્લા પોલીસને ફરિયાદ મળી છે.શહેરમાં ધૂમ સ્ટાઇલ માંરતા બાઇકર્સને ટેકનોલોજી ની મદદથી ઝડપી પાડવા માટે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં સ્પીડ ગન દ્વારા આપવાની શરૂઆત કરી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરતા બાઇક ચાલકને શાનમાં લાવવા એક નવતર અભિયાનની શરૂઆત નવસારી જિલ્લામાં થઈ છે.
અત્યાર સુધીમાં કેવી રીતે દંડ વસૂલાતો
અત્યાર સુધી નવસારી જિલ્લા પોલીસ પાસે હાઇવે ઉપર ઝડપી વહન હાકનારા વાહન ચાલકોને દંડિત કરવા માટે માત્ર ઇન્ટરસેપ્ટર વાહનની વ્યવસ્થા હતી પરંતુ હવે જિલ્લા પોલીસને રાજ્ય સરકાર તરફથી નવસારી જિલ્લા પોલીસને ત્રણ જેટલી સ્પીડ ગન આપવામાં આવી છે જે શહેરી વિસ્તારોમાં પણ બાઇકર ગેંગને કાબુ રાખવામાં પોલીસને મદદરૂપ કરશે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્પીડ ગન મૂકીને પોલીસ દંડ વસુલાત અંગે માહિતી મેળવી રહી છે.
શું સ્પીડ ગનના ફિચર્સ
સ્પીડગનમાં લાગેલા સેન્સર વાહનની સ્પીડ માપીને ડેટાને મોબાઇલમાં મોકલે છે અને મોબાઈલ વાહન ચાલકની ફોટો પાડીને તે ફોટો નેત્રમ ડિપાર્ટમેન્ટ ને પેન ડ્રાઈવ દ્વારા મોકલવામાં આવે છે અને નેત્રંગ ડિપાર્ટમેન્ટ તે ફોટો સીધો જ વહનચાલકના ઘરે મેમો રૂપે મોકલી દંડની વસુલાત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.