ભરતીમેળો:નવસારી જિલ્લામાં સુરક્ષા જવાન- સુપરવાઇઝરની ભરતીનું આયોજન

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સુરક્ષા કાર્યદળ નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયાના સહયોગથી નવસારી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું આયોજન કરાયું છે. આ ભરતીમેળો 6ઠ્ઠીએ ચીખલી ડી.ઇ.ઇટાલીયા સ્કૂલ, 7મીએ બીલીમોરા જે.જે.મહેતા હાઇસ્કૂલ, 8મીએ વિજલપોર સરદાર શારદા મંદિર અને 9મીએ ચોવીસ આર.ડી.પટેલ સાર્વજનિક હાઇસ્કૂલમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 10થી સાંજે 4 કલાક સુધી રહેશે.

એસ.સી.આઇ.રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસના ભરતી અધિકારી ભરત દેવરીયાના જણાવ્યાનુસાર ઉમેદવારની વય મર્યાદા 21થી 36 વર્ષ, શૈક્ષણિક લાયકાત 10 પાસ/નાપાસ, ઉચાઇ 168 સેમી, વજન 56 કિલો, છાતી 80 થી 85 અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. ઉમેદવારોએ તમામ ડોકયુમેન્ટસની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા, આધારકાર્ડ સાથે રાખવાના રહેશે.

પાસ થનાર ઉમેદવારને રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા, ગાંધીનગરમાં ટ્રેનિંગ આપીને સિકયુરીટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લિ.મા નિયુકત થશે. ભારત સરકાર, રાજય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔદ્યોગિક ક્ષેત્ર, બેન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા જવાનોને સેલરી સાથે અન્ય સુવિધાઓમાં દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન,પી.એફ., ઇ.એસ.આઇ., ગ્રેજયુઇટી, મેડિકલ સુવિધા, બોનસ અને પેન્શન સુવિધા જેવા લાભો મળશે.

અન્ય સમાચારો પણ છે...