તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસુલાત:નવસારી પાલિકાની 1 વર્ષમાં 2528 લાખ સામે 1903 લાખની વસુલાત

નવસારી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિતેલા વર્ષમાં વેરો વસુલવા 340 મિલકતો સીલ કરી

નવસારી વિજલપોર નગરપાલિકા વર્ષ 2019-20માં કુલ માંગણાના 76.28 ટકાની વસુલાત કરવામાં સફળ રહી હતી. ચાલુ વર્ષે 8 ગામનો સમાવેશ થયો હોય, ગ્રામ પંચાયતના વેરાની ગણતરી બાબતે થોડી મુશ્કેલી હોય અને ઘણાં મિલકતદારોના ઘર બંધ હોય વેરાની વસુલાત કરવામાં મુશ્કેલી પડી હોવા છતાં નગરપાલિકાએ ચાલુ વર્ષે પણ 76.26 ટકા વસુલાત કરવામાં સફળ રહી હતી.

નવસારી- વિજલપોર પાલિકામાંથી મળતી માહિતી મુજબ વર્ષ 2019-20માં નગરપાલિકાનું કુલ વેરા માંગણુ રૂ. 1408 લાખ સામે વસુલાત 1058 લાખ તતા કુલ વસૂલાતની ટકાવારી 76.28 થઈ હતી. જ્યારે 2020 -21ના વર્ષમાં પણ મિલકત વેરા વસુલાતનું કુલ માંગણું 2528 લાખ હતું, જેની સામે વસુલાત 1903 લાખ થઈ છે. પાલિકા દ્વારા આ વર્ષે પણ 76.26 ટકા વસુલાતનો દર રહ્યો છે. ચાલુ વર્ષે નવસારી પાલિકામાં એક પાલિકા સાથે 8 ગામનો સમાવેશ થયો હોય આ બાબતે વેરાના દર બાબતે મુશ્કેલીઓ આવી રહી છે તો કોરોનાના કારણે પણ વેરા વસુલાતમાં થોડી અસર થઈ હતી.

બે વર્ષથી 25 ટકા વસુલાત આવતી નથી
નવસારી-વિજલપોર નગરપાલિકામાંથી મળતી માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી મિલકત વેરો વસુલાતમાં 25 ટકા મિલકતદારો વેરો ભરતા નથી. જેમાં ઘણા ઘરો વર્ષોથી બંધ હોય, કોરોનાના કારણે મિલકત વેરો ભરવામાં શહેરીજનોને તકલીફ પડતી હોવાની માહિતી મળી છે.

8 ગામમાં વેરા બાબતે હજુ અવઢવ
નવસારી-વિજલપોરમાં સમાવિષ્ટ થયેલા 8 ગામને હજુ ગટર, પાણી, સ્ટ્રીટલાઈટ જેવી સુવિધા મળી નહીં હોય તે બાબતે વેરો ભરવા બાબતે ગ્રામજનો ઉદાસીન બની રહ્યા છે.

બાકી વેરો વસુલવા પાલિકા કડક બની
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ચાલુ સાલ 340 મિલકતો વધુ વેરા બાકી મુદ્દે સીલ કરી છે અને જેમણે વેરા ભરવામાં લાપરવાહી દર્શાવી છે તેમની સામે નગરપાલીકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી નગરપાલિકામાંથી માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો