તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેક સન્ડે:નવસારીમાં એક જ દિવસે રેકર્ડ બ્રેક કોરોનાના 47 કેસ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગણદેવીમાં 7 વર્ષીય બાળક પણ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી, જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 1959
 • 11 દિવસમાં વધુ 250 કેસો નોંધાયા, 15 દર્દી સાજા થતાં રજા અપાઇ, એક્ટિવ કેસ 209, શનિવારે વાંસદામાં 32 કેસ નોંધાયા હતા

નવસારીમાં કોરોનાના કેર યથાવત રહેવા સાથે રવિવારે 47 કેસ નોંધાતા શનિવારે 41 કેસનો રેકોર્ડ એક જ દિવસમાં તૂટી ગયો હતો. જો કે નવસારીમાં હજુ પણ કોરોના માટે સેમ્પલ વધારવામાં આવ્યા છે. નવસારીમાં રવિવારે નોંધાયેલા 47 કેસમાં સૌથી વધુ ગણદેવીમાં 28, નવસારીમાં 17 અને ખેરગામમાં 2 હતા. નવસારીમાં છેલ્લા 11 દિવસમાં નવા 250 કેસ નોંધાયા છે. હાલ 209 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે.

નવસારી આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ રવિવારે જિલ્લાના ઇતિહાસમાં સૌથી વધુ 47 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ ગણદેવીમાં 28, નવસારીમાં 17 કેસ અને ખેરગામમાં 2 કેસનો સમાવેશ થાય છે. નવસારીમાં નવા 47 કેસ સાથે કુલ આંક 1959 થયો છે. રવિવારે વધુ 15 દર્દીને સારા થતા રજા આપવામાં આવી હતી. હમણાં સુધીમાં સાજા થયેલા દર્દીની સંખ્યા 1648 થઈ છે. શનિવારે વાંસદામાં એક જ દિવસે 32 કેસ આવ્યા હતા અને રવિવારે ગણદેવીમાં એકસાથે 28 કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રવિવારે નોંધાયેલા કેસમાં ગણદેવીના 7 વર્ષીય બાળક પણ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે.

કમલમ પર ફ્રીમાં રેમડેસીવીર ઇન્જે.અપાતું હોવાનું જાહેર થતાં લોકોએ લાઇન લગાવી પણ સ્ટોક ન આવ્યો
નવસારીમાં શનિવારે ભાજપના કાર્યાલય કમલમમાં કોરોનાના ઈલાજમાં અક્સીર એવા રેમડેસિવિર ઇન્જેક્શન વિનામૂલ્યે દર્દીઓના સ્વજનોને તબીબના પ્રિસ્ક્રિપ્શન મુજબ વિતરણ કરાયા હતા. હાલ આ ઇન્જેક્શન મેડિકલ સ્ટોરમાં ન મળતા હોય પણ કમલમમાં મળતા રાજકીય માહોલ ગરમાયો હતો. કોરોના દર્દીને સારવાર માટે જરૂરી ઇન્જેકશન હોસ્પિટલમાં અછત સર્જાઇ રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરે કોરોના દર્દીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો અને જ્યાં જરૂર છે તેવી હોસ્પિટલોમાં તે સ્ટોક મળી રહે તેવી વ્યવસ્થા કરવા સરકારના કાન આમળ્યા હતા. જેથી રવિવારે સ્ટોક આવ્યો ન હતો.

ગણદેવીમાં નોંધાયેલા પોઝિટિવ કેસ
રવિવારે ગણદેવી તાલુકામાં 28 નવા કેસો સામે આવ્યા હતા. જેમાં સરીબુજરંગ 38 વર્ષીય મહિલા, 52 વર્ષીય પુરુષ, આંતલિયા ગામે 36 વર્ષીય પુરુષ, અમલસાડમાં 26 વર્ષીય મહિલા, કાયા તળાવ 68 વર્ષીય મહિલા, વાસણ ગામે 53 વર્ષીય મહિલા, બીલીમોરા નવાપુરા 37 વર્ષીય પુરુષ, બીલીનાકા 34 વર્ષીય પુરુષ, ધરમપેલેસ 52 વર્ષીય મહિલા, અમલસાડ રાયચંદ ભુવન 27 વર્ષીય પુરુષ, સરીખુરદ 19 વર્ષીય મહિલા, ગણદેવીમાં 7 વર્ષીય બાળક, કાદીપોર 34 વર્ષીય પુરુષ, ભાટ મોહલ્લો 16 વર્ષીય યુવતી, દરૂવાડ 44 વર્ષીય પુરુષ, બીલીમોરા બંદર 26 વર્ષીય પુરુષ, જવાહર રોડ 67 વર્ષીય વૃદ્ધ, બીલીમોરામાં 36 વર્ષીય પુરુષ, દેસરા 35 વર્ષીય પુરુષ, ગણદેવા 20, 42 અને 58 વર્ષીય પુરુષ, ધનોરી 31 વર્ષીય પુરુષ અને 18 વર્ષીય યુવતી, બીલીમોરામાં 56 વર્ષીય મહિલા, બીલીમોરા આશ્રમ 29 વર્ષીય પુરુષ, વડસાંગળ ગામે 42 વર્ષીય પુરુષ, માછીયાવાસણ 26 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. તમામને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.ગણદેવીમાં નોંધાયેલા પોઝિટિવ કેસ

રવિવારે ગણદેવી તાલુકામાં 28 નવા કેસો સામે આવ્યા હતા. જેમાં સરીબુજરંગ 38 વર્ષીય મહિલા, 52 વર્ષીય પુરુષ, આંતલિયા ગામે 36 વર્ષીય પુરુષ, અમલસાડમાં 26 વર્ષીય મહિલા, કાયા તળાવ 68 વર્ષીય મહિલા, વાસણ ગામે 53 વર્ષીય મહિલા, બીલીમોરા નવાપુરા 37 વર્ષીય પુરુષ, બીલીનાકા 34 વર્ષીય પુરુષ, ધરમપેલેસ 52 વર્ષીય મહિલા, અમલસાડ રાયચંદ ભુવન 27 વર્ષીય પુરુષ, સરીખુરદ 19 વર્ષીય મહિલા, ગણદેવીમાં 7 વર્ષીય બાળક, કાદીપોર 34 વર્ષીય પુરુષ, ભાટ મોહલ્લો 16 વર્ષીય યુવતી, દરૂવાડ 44 વર્ષીય પુરુષ, બીલીમોરા બંદર 26 વર્ષીય પુરુષ, જવાહર રોડ 67 વર્ષીય વૃદ્ધ, બીલીમોરામાં 36 વર્ષીય પુરુષ, દેસરા 35 વર્ષીય પુરુષ, ગણદેવા 20, 42 અને 58 વર્ષીય પુરુષ, ધનોરી 31 વર્ષીય પુરુષ અને 18 વર્ષીય યુવતી, બીલીમોરામાં 56 વર્ષીય મહિલા, બીલીમોરા આશ્રમ 29 વર્ષીય પુરુષ, વડસાંગળ ગામે 42 વર્ષીય પુરુષ, માછીયાવાસણ 26 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. તમામને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

વાંસદામાં સંભવિત કોરોનાથી 118 વર્ષની વૃદ્ધાનું મૃત્યુ
વાંસદા તાલુકામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. શનિવારે એક જ દિવસમાં 32 કેસ પોઝિટિવ આવતા વહીવટીતંત્ર સહિત લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વહીવટીતંત્ર હરકતમાં આવી કોરોના ટેસ્ટીંગમાં વધારો કર્યો હતો. એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા હતા. રવિવારે તાલુકામાં 118 વર્ષની વૃદ્ધાનું સંભવિત કોરોનાથી મૃત્યુ નીપજ્યું હતું. જેમના અગ્નિસંસ્કાર નવસારીમાં કરાયા હતા.

કોરોના સંદર્ભે વિવિધ સમસ્યા અંગે તબીબોની બેઠક મળી
નવસારીમાં હાલમાં કોરોનાં સંક્રમણ વધતા દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ સહિત પ્રાથમિક સુવિધામાં પડેલ ઘટ બાબતે એક હોસ્પિટલમાં તબીબોની મિટીંગ મળી હોવાની માહિતી સાંપડી હતી. મિટીંગમાં ઓક્સિજનના પુરવઠા સહિતની અગવડતા અંગે ચર્ચા થઈ હતી. જોકે મિટીંગ બાબતે કોઈપણ તબીબે જાહેરમાં વાત ઉચ્ચારી ન હતી.

આજે વધુ 12 શંકાસ્પદના મોત
નવસારીમાં કોરોનાના કેસોમાં સારવાર દરમિયાન કોઈનું મોત નહીં થયાનું આરોગ્ય વિભાગ જણાવે છે પરંતુ રવિવારે કોવિડના શંકાસ્પદ લક્ષણોના કારણે 12 દર્દીના મોત થયાની વિગત મળી છે. જ્યારે સરકારી આંક હજુ પણ 102ના મૃતાંક પર અટક્યો છે.

વાંસદામાં રવિવારે એક પણ કેસ નહીં
શનિવારે કોરોનાના કેસમાં વાંસદા વિસ્તારમાં 32 કેસ આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ જણાવ્યા હતા.રવિવારે હોટસ્પોટ બનેલા વાંસદામાં એકપણ પોઝિટિવ કેસ ન આવતા સરકારી તંત્ર આંકડા છુપાવી રહ્યાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો