તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ ટેસ્ટ 27% ઘટાડાયા છતાં...:નવસારીમાં રેકોર્ડ બ્રેક 160 કેસ, 5ના મોત

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • અગાઉ દરરોજ 3 હજાર જેટલા કોવિડ ટેસ્ટ કરવામાં આવતા હતા, હાલ તેમાં 24થી 31 ટકા જેટલો ઘટાડો થયો છે
 • સૌથી વધુ નવસારી તાલુકામાં 50 અને ગણદેવી તાલુકામાં 44 કેસ, એક જ દિવસે 139 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસ હવે 1108

નવસારી જિલ્લામાં કોવિડ ટેસ્ટમાં 24થી 31 ટકા જેટલો ઘટાડો થયો છે છતાં મંગળવારે પ્રથમવાર 150 થી ઉપર 160 જેટલા રેકર્ડ પોઝિટિવ કેસ નોંધાયા હતા.નવસારી જિલ્લામાં અઠવાડિયા અગાઉ રોજ 3 હજાર જેટલા કોવિડ ટેસ્ટ સરકારી તંત્ર કરી રહ્યું હતું. જોકે હાલ તેમાં ઘટાડો આવ્યો છે.

જેમાં સોમવારે 2066 ટેસ્ટ કરાયા બાદ મંગળવારે પણ 2290 જ સેમ્પલ કોવિડ ટેસ્ટ કરવા લેવાયા હતા. આમ ટેસ્ટમાં 24થી 31 ટકા ઘટાડો થયો છે. જોકે નોંધનીય બાબત એ છે કે ટેસ્ટ ઘટ્યા હોવા છતાં પોઝિટિવ કેસોમાં ભારે વધારો નોંધાયો છે. કોરોનામાં પ્રથમવાર જ જિલ્લામાં કેસોનો આંક 150ને પાર કરી 160 કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. જે કેસો નોંધાયા તેમાં નવસારી શહેર તાલુકામાં 50 કેસ હતા.

આ ઉપરાંત ગણદેવીમાં 44, જલાલપોરમાં 35, ચીખલીમાં 27 અને વાંસદા અને ખેરગામ તાલુકામાં 2-2 કેસ હતા. અહીં ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોરોનાની સારવાર લેતા વધુ 139 દર્દી રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવરની સંખ્યા 3148 થઈ છે. હાલ એક્ટિવ કેસ 1108 રહ્યા છે.

એન્ટીજન કીટ ખૂટી જતાં ટેસ્ટ ઘટાડવા પડ્યાં
હાલ 3-4 દિવસથી જિલ્લામાં કોવિડ ટેસ્ટમાં ઘટાડો થયો છે. જેનું કારણ એન્ટીજન ટેસ્ટ કીટ ખુટી જવાનું હોવાનું જાણ‌વા મળે છે. જે કોવિડ ટેસ્ટ કરાય છે તેમાં રેપીડ એન્ટીજન જ વધુ પ્રમાણમાં કરાય છે, તેની વધુ કીટ ઉચ્ચકક્ષાએથી ન આવતા કુલ ટેસ્ટની સંખ્યા પણ ઘટી ગઈ છે.

એક જ દિવસે સાૈથી વધુ મૃત્યુ, કુલ આંક 121
જ્યાં મંગળવારે પોઝિટિવ કેસો ‌વધ્યા હતા ત્યાં સરકારી ચોપડે મૃત્યુની સંખ્યા પણ ‌વધી હતી. એક જ દિવસે પાંચ કોરોના દર્દીના મૃત્યુ થયા હતા. જે પાંચ મૃત્યુ થયા હતા, તેમાં ચીખલી સુધાવાડીના 45 વર્ષીય પુરૂષ, ચીખલી તાલુકાના ઘેજના 40 વર્ષીય પુરૂષ, ખેરગામ તાલુકાના આછ‌વણીના 50 વર્ષીય પુરૂષ, ચીખલી તાલુકાના સિયાદાના 28 વર્ષીય યુવાન અને નવસારીની 53 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. વધુ પાંચ મૃત્યુ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 121 થયો છે.

એક જ દિવસે સાૈથી વધુ મૃત્યુ, કુલ આંક 121
જ્યાં મંગળવારે પોઝિટિવ કેસો ‌વધ્યા હતા ત્યાં સરકારી ચોપડે મૃત્યુની સંખ્યા પણ ‌વધી હતી. એક જ દિવસે પાંચ કોરોના દર્દીના મૃત્યુ થયા હતા. જે પાંચ મૃત્યુ થયા હતા, તેમાં ચીખલી સુધાવાડીના 45 વર્ષીય પુરૂષ, ચીખલી તાલુકાના ઘેજના 40 વર્ષીય પુરૂષ, ખેરગામ તાલુકાના આછ‌વણીના 50 વર્ષીય પુરૂષ, ચીખલી તાલુકાના સિયાદાના 28 વર્ષીય યુવાન અને નવસારીની 53 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. વધુ પાંચ મૃત્યુ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 121 થયો છે.

આજે જાહેરનામાની મુદ્દત પૂરી, કેસો વધતાં નિયંત્રણો રખાશે કે...
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામુ 5 મે સુધીનું બહાર પાડ્યું છે તેમાં નવસારી શહેરી વિસ્તારમાં રાત્રિ કરફ્યૂ ઉપરાંત આખો દિવસ દુકાનો બંધ રાખવા સહિતના અનેક નિયંત્રણો મૂક્યા છે. આ ઉપરાંત નવસારી શહેર સિવાયના જિલ્લાના વિસ્તારોમાં પણ કેટલાક નિયંત્રણો મૂક્યા છે.

આ જાહેરનામાની મુદત બુધવારે પૂરી થતી હોય 6 મે ગુરૂવારથી શું થશે એ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે નવસારી જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા ન હોઈ નિયંત્રણ હળવા કરાય એવું હાલ લાગતું નથી. બીજુ કે નવસારી શહેર જેવા જ (દુકાનો બંધ કરવા સહિતના) કડક નિયંત્રણો મુકાશે કે નહીં તે પણ જોવું રહ્યું. સરકારની ગાઈડલાઈન અનુસાર બુધવારે જિલ્લાનું જાહેરનામુ બહાર પડી શકે છે.

ક્યાં કેટલા કેસ
વિસ્તારવારકુલ કેસ
નવસારી ગ્રામ્ય688
નવસારી શહેર675
જલાલપોર તાલુકો499
વિજલપોર268
ગણદેવી તાલુકો682
બીલીમોરા196
ચીખલી તાલુકો734
ખેરગામ તાલુકો185
વાંસદા તાલુકો450
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો