ક્રાઇમ:બામણવાડાના પૂર્વ ઉપસરપંચની હત્યાનું પોલીસે કરાવ્યું રિકન્ટ્રક્શન

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • LCB અને FSL અધિકારી દ્વારા ઘટનાની વીડિયોગ્રાફી કરાઇ

ચીખલીના બામણવાડા ગામના પૂર્વ ઉપસરપંચની હત્યા કરનારા ફડવેલના ચિન્મય પટેલ અને તેની પત્ની સહિત ચાર લોકોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. ચાર દિવસનાં રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. રિમાન્ડના પ્રથમ દિવસે આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસે તમામ ઘટનાની વીડિયોગ્રાફી પણ કરી હતી.

ચીખલી તાલુકાના બામણવાડા ગામનાં પૂર્વ ઉપસરપંચ નિલેશ છના પટેલ (ઉ.વ. 37, રહે. પટેલ ફળિયું, બામણવાડા, ચીખલી)ની 2જી માર્ચે નોકરી પરથી ઘરે પરત ન આવતા બીજા દિવસે તેની હત્યા કરેલી લાશ મળી આવી હતી. એલસીબીએ આ હત્યા પ્રેમપ્રકરણ અને નાણાની લેતીદેતીમાં થઈ હોવાની માહિતી મળતા મૃતકની પ્રેમિકા ધર્મિષ્ઠા, તેના પતિ ચિન્મય પટેલ અને તેના બે સાગરિત દીપેશ હળપતિ અને મનોજ હળપતિની અટક કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ચારેય આરોપીના ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુરુવારે રિમાન્ડનાં પ્રથમ દિવસે તમામ આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ એલસીબી અને એફએસએલ અધિકારીઓની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું અને તમામ ઘટનાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હોવાનું તપાસ અધિકારી પીઆઈ વી.એસ.પલાસે જણાવ્યું હતું.

હત્યામાં વપરાયેલ સાધનો કબજે લેવાયા
મૃતક નિલેશને મારવા હત્યારા ચિન્મય અને તેના સાગરીતોએ લોખંડની પાઈપ, લોખંડનો સળિયો, કોદાળીનો હાથો, લાકડું ફેકી દીધું હતું તે પણ એલસીબીએ તપાસ દરમિયાન કબજે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...