• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Recommendation To Chief Officer Of Corporator To Prove From Petrol diesel Co operative Petrol Pump In Navsari Municipality Vehicles

આવેદનપત્ર:નવસારી પાલિકાના વાહનોમાં પેટ્રોલ-ડીઝલ સહકારી પેટ્રોલ પમ્પમાંથી પુરાવવા નગરસેવિકાની ચીફ ઓફિસરને ભલામણ

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરસેવિકાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ભલામણ કરી
  • પાલિકાએ હાલમાં ખાનગી પેટ્રોલ પમ્પ પરથી પાલિકાના વાહનોમાં ઇંધણ ભરાવવાનો નિર્ણય લીધો
  • અત્યાર સુધી પાલિકા સહકારી પેટ્રોલ પમ્પ પરથી પોતાના વાહનોમાં ઇંધણ પુરાવતી હતી

નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 13નાં નગરસેવિકા પ્રીતિ અમીન દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ભલામણ કરવામાં આવી હતી કે સહકારી ધોરણે ચાલતાં પેટ્રોલ પંપ ઉપર જ પાલિકાના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ પુરાવવામાં આવે. નવસારી નગરપાલિકામાં અત્યાર સુધી પાલિકાના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ સહકારી પેટ્રોલ પંપ પરથી ભરાવવામાં આવી રહ્યું હતું, જેમાં ગુણવત્તા અને માપતોલ જળવાઈ રહેતા હતા. પણ હવેથી પાલિકાએ અન્ય ખાનગી પેટ્રોલ પંપ ઉપર વાહનોમાં પેટ્રોલ-ડીઝલ પુરાવવાનો નિર્ણય કરતા નગરસેવિકાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ભલામણ કરી હતી.

ખેડૂતો દ્વારા ચાલતી સહકારી મંડળીના પેટ્રોલ પંપ પર છેતરપિંડીની શક્યતા નહિવત્ હોય છે, તેમજ પેટ્રોલ/ડિઝલની સારી ગુણવત્તા પાલિકાના વાહનોમાં જરૂરી હોય છે. જેથી હાલમાં જ પાલિકાના સત્તાધીશો દ્વારા ખાનગી પેટ્રોલ પંપ ઉપરથી પાલિકાના વાહનોમાં ઇંધણ પુરાવવા માટે નિર્ણય કરાયો હતો. જેને લઇને નગરસેવિકા દ્વારા આ વાતનો વિરોધ કરવાની સાથે અપીલ કરતો આવેદનપત્ર નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસરને અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...