તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન પુનઃપ્રારંભ:3 દિવસ બાદ નવસારીમાં પુનઃ રસીકરણ શરૂ

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શનિવારે 5695ને રસી, 3856ને પ્રથમ ડોઝ, 1839ને બીજો

નવસારી જિલ્લામાં સતત 3 દિવસ રસીકરણ બંધ રહ્યાં બાદ શનિવારે 5695 લોકોને રસી અપાઈ હતી. બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસ નવસારી જિલ્લામાં કોવિડ રસીકરણ બિલકુલ જ બંધ રહ્યું હતું. ત્રણ-ત્રણ દિવસ બંધ રહ્યાં બાદ શનિવારે પુનઃ રસીકરણ શરૂ થયું હતું.

શનિવારે જિલ્લામાં કુલ 5695 લોકોએ રસી લીધી હતી,જેમાં 3856 જણાએ પહેલો ડોઝ અને 1839 એ બીજો ડોઝ લીધો હતો. તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 1130,જલાલપોરમાં 1096, ગણદેવીમાં 1113, ચીખલીમાં 943, ખેરગામમાં 300 અને વાંસદામાં 3263 જણાએ રસી લીધી હતી.

જિલ્લામાં શનિવારે 18+ના 3263 જણાએ રસી લીધી હતી,જેમાં 3110એ પહેલો ડોઝ અને 153 એ બીજો ડોઝ લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે દુકાન વગેરેમાં કાર્યરત માટે પહેલો ડોઝ લેવાની મુદત જે અગાઉ 10 જુલાઈ હતી તે હવે 31 જુલાઈ થઈ જતા લોકોને રાહત થઈ હતી અને શનિવારે લોકોનો ધસારો પણ ઓછો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...