ગુજરાત વિધાનસભામાં આવેલા પરિણામોથી આપ,કોંગ્રેસ નહિ પણ ભાજપ પણ આચાર્ય પામ્યું છે,જનતા જનાર્દનનો ચુકાદો આવ્યા બાદ હવે વિજયી ધારાસભ્યોએ મંત્રીપદ માટે લોબિંગની શરૂઆત કરી છે.નવસારીના સાંસદ સી.આર.પાટીલ પ્રદેશ ભાજપના પ્રમુખ પણ છે. જેથી પોતાના લોકસભામાં જાતિગત સમીકરણ સાથે લાયક ધારાસભ્ય મેરીટ મુજબ મંત્રી બને તેની તકેદારી પાટીલ રાખશે.ત્યારે જિલ્લામાં 3 ધારાસભ્ય માંથી સૌથી એલીજીબલ ધારાસભ્ય આર.સી.પટેલ છે.જે રાજ્યમાં જાયન્ટ કિલર તરીકે જાણીતા છે.27 વર્ષથી અણનમ રહેનાર આર.સી.પટેલ હાલમાં 68329 ની જંગી લીડથી વિજય થયા છે.સાથેજ નવસારીના પાડોશી વિધાનસભા ચૌર્યાસિમાં કોળી મતદારોએ સંદીપ દેસાઈને જીત અપાવી છે. જેના શિરપાવ રૂપે કોળી મતદારોને રાજી કરવા માટે આર.સી.પટેલને મંત્રી પદ તેમની ઝોળી માં આવી શકે છે.ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ કોળી છે પણ તેમને ગત ટર્મ માં મંત્રી બનાવાયા હતા જેથી આ વખતે દ.ગુજરાત સહિત રાજ્યના કોળી મતદારોને ખુશ કરવા માટે આર.સી.પટેલ જિલ્લામાં અન્ય ધારાસભ્યોમાં રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે.
નરેશ પટેલ રેસમાં બીજા ક્રમે રહેશે
નરેશ પટેલની વાત કરવામાં આવે તો તેમનો ખેલ ગણપત વસાવા બગાડી શકે છે કારણે કે વસવાનું નામ નાયબ મુખ્ય મંત્રી તરીકે પણ ચર્ચાય રહ્યું છે.જેથી દ.ગુજરાતમાં આદિવાસી નેતા ગણપત વસાવાના રૂપમાં રાજ્યને નાયબ મુખ્યમંત્રી મળે તો નરેશ પટેલ સીધી રીતે કપાય શકે છે.ગત ટર્મમાં નરેશ પટેલ આદિવાસી નેતા તરીકે ગણપત વસાવાનો વિકલ્પ બનવામાં નિષ્ફળ રહ્યા છે.વાંસદા વિધાનસભામાં ભાજપને મળેલી નિષ્ફળતા પાછળ નરેશ પટેલની જવાબદારી નક્કી થશે.જેથી અનેક નકારાત્મક પરિબળો નરેશ પટેલને મંત્રી પંદના રાહમાં બાધા ઉત્પન્ન કરશે.પટેલને ગત ટર્મ માં પુરવઠા,આદિજાતી મંત્રી બનાવાયા હતા.
રાકેશ દેસાઈ વહીવટમાં કોરી સ્લેટ પણ RSS નું પીઠબળ મહત્વનું
નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પ્રથમ વખત 72313 જંગી બહુમતીથી જીત મેળવી છે.વિધાનસભામાં નવા અને સંગઠન 30 વર્ષથી વધુથી કસાયેલા કાર્યકર રાકેશ દેસાઈની પણ મંત્રી પદ માટે લોટરી લાગી શકે છે.RSS જો ભાજપના શીર્ષ નેતૃત્વ સામે રાકેશ દેસાઈની ભલામણ સાથે યોગ્ય રજૂઆત કરે તો સંભવ છે કે ભાજપ નવા ચ હેરાને તક આપી શકે છે.પંરતુ તેની સમભાવના ઓછી દેખાય રહી છે. જો કે સમગ્ર સમીકરણમાં સી.આર.પાટીલની ભૂમિકા પણ મહત્વની બની રહેશે.પોતાના મત વિસ્તારમાં પાટીલ તમામ પાસા વિચારીને મંત્રી નક્કી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.