તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની યાદી પ્રસિદ્ધ:ઉચ્ચ પ્રાથમિક જિલ્લા ફેરબદલીની સિનિયોરિટી યાદીમાં અન્યાયથી રાવ

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31મી મે 2021એ શિક્ષકોની યાદી પ્રસિદ્ધ કરાઇ હતી

નવસારી જિલ્લામાં હાલ ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8મા ફરજ બજાવતા શિક્ષકોએ દંપતી જિલ્લા ફેર બદલી માટે અરજી કરી હતી પરંતુ તેને ધ્યાને નહીં લેતા આખરે ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી આ બાબતે તપાસ કરવા માંગ કરવામાં આ‌વી હતી.નવસારી જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોએ પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરને એડવોકેટ સંજય સોલંકી મારફતે ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું કે તેમની પાંચ વર્ષની નોકરી પૂર્ણ થતાં નવસારી જિલ્લામાં જિલ્લાફેર બદલીની અરજી એકતરફી કરી હતી.

જે જિલ્લાફેર બદલીની મૂળ અરજી ગણાય ત્યારપછીના વર્ષોમાં દંપતી કેસમાં અગ્રતાનો લાભ લેવા મૂળ અરજીને દંપતી કેસમાં તબદીલ કરવા અરજી આપી હતી. વર્ષ-2021 પહેલા થયેલા જિલ્લાફેર બદલી કેમ્પમાં એકતરફી અને અગ્રતાક્રમ બંને કિસ્સામાં જિલ્લા ફેરબદલીની મૂળ અરજીના વર્ષના આધારે સિનિયોરિટી ક્રમ નક્કી કરી બદલી કેમ્પ થયા હતા.

જેમાં તેમનો સિનિયોરિટી ક્રમ આગળ હતો પરંતુ 31મી મે 2021એ નવસારી જિલ્લા પંચાયત કચેરી (શિક્ષણ શાખા) દ્વારા પ્રસિદ્ધ કરેલી ઉચ્ચ પ્રાથમિક જિલ્લાફેર બદલીની કામચલાઉ સિનિયોરીટી યાદી-2021માં ગણિત-વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનની અગ્રતાક્રમની યાદીમાં સિનિયોરિટી ક્રમ મૂળ અરજી વર્ષના આધારે ગણેલી નથી પરંતુ જે વર્ષમાં મૂળ અરજીને દંપતી કેસમાં તબદીલ કરવા અરજી કરી હતી તે વર્ષને ધ્યાને લઇ સિનિયોરિટી ક્રમ આપ્યો હોવાથી ઘણો પાછળ ગયો છે, જે અન્યાયકર્તા છે. જેથી આ બાબતે ન્યાય અપાવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

બદલીના નિયમો શું કહે છે
ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક બદલીના નિયમો ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના ઠરાવ 23મી મે 2012ના ઠરાવના પ્રકરણ (ધ) જિલ્લાફેર બદલીનાં પેટાનિયમ 2, 10 અને 11 મુજબ સિનિયોરીટી મૂળ અરજીનાં વર્ષથી ગણવાપાત્ર થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...