તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:રેલવે સ્ટેશનના શોપિંગ સેન્ટર પાસેના લારીગલ્લા હટાવવા રાવ

નવસારી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણ ન હટાવાતા સીઓને લેખિત ફરિયાદ કરાઇ

નવસારીમાં સ્ટેશન પાસે આવેલા શોપિંગ સેન્ટરના પ્રવેશ પાસે જ લારી ગલ્લાનું અતિક્રમણ કરતા આ બાબતે કહેવા જતા લારીવાળા દબાણ દૂર નહીં કરતા અંતે ચીફ ઓફિસરને ફરિયાદ કરી હતી. નવસારી સ્ટેશન નજીક આવેલા શોપિંગ સેન્ટરના માલિકોએ ચીફ ઓફિસરને લારીગલ્લાવાળાઓએ તેમની જગ્યા ઉપર અતિક્રમણ કરવા બદલ લેખિતમાં ફરિયાદ કરીને ખસેડવા અપીલ કરી હતી.

આવેદનમાં જણાવ્યું કે, રજનીભાઇ દેસાઈની ભાગીદારીની આર.જે.ડી. સેન્ટર પોઈન્ટના નામે જમીન નવસારી રેલવે સ્ટેશનની સામે આવેલી છે. તે સ્થળે એક કોમર્શિયલ પ્રોજેક્ટ નવસારી નગરપાલિકાની પરમિશન લઈને બનાવેલ છે. તેમના શોપિંગ સેન્ટરની આગળ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કેટલાંક શખસો દ્વારા આશરે 8 થી 10 લારીઓ ગોઠવેલી છે. જે લારીઓ સરકારી જગ્યામાં આવેલી હોય અને એ લારીઓના કારણે તેમના શોપિંગ સેન્ટરમાં પણ જઇ શકાતું નથી. વળી આ લારીઓ ટ્રાફિકને અડચણરૂપ હોય તેમજ ત્યાં જ કેટલાક અસામાજિક તત્વો બેસી રહે છે.

લારીઓના કારણે હંમેશા ત્યાં ટ્રાફિક જામ થતો આવ્યો છે. ઉપરાંત નવો રેલવેનો બ્રિજ પણ બનવાનો હોય ત્યાં ભયંકર ટ્રાફિક જામ આ લારીઓના કારણે રહે છે. જેને લઈ અતિક્રમણ દૂર કરી ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા રહે તે માટે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...