વિવાદ:કોન્ટ્રાક્ટ બેઝ પરના કર્મચારીઓને પીએફની સુવિધા નહીં આપતા રાવ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રમિક કામદાર કલ્યાણ સંઘની મજૂર કમિશનરને રજૂઆત

નવસારી જિલ્લામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કર્મચારીઓ રાખતી કંપની દ્વારા સરકારી કચેરીમાં વોચમેન તરીકે કામ કરતા 3 કામદારના પીએફના નાણાં કાપવામાં નહીં આવતા આ કર્મચારીઓના પીએફ નાણાં તેમના ખાતામાં જમા કરાવવા માટે શ્રમિક કામદાર કલ્યાણ સંઘે મજૂર કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરી હતી.

નવસારીના ગણેશ સિસોદ્રામાં કાર્યરત શ્રમિક કામદાર કલ્યાણ સંઘના મહામંત્રી સંજય સોલંકીએ મજૂર કમિશ્નરને કર્મચારીઓને પીએફના નાણાં આપવા લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે નવસારીની એક કંપની દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર 3 કર્મચારીઓ ઈશ્વર પટેલ, નાથુભાઈ પટેલ અને મંગુભાઈને વોચમેન તરીકે ઓગસ્ટ-2020થી રાખવામાં આવ્યા હતા. તેઓને 20 માસ નોકરીમાં આવ્યા છતાં તેમના પીએફ કાપવામાં આવ્યા નથી તેમજ પીએફ નંબર આપવામાં આવ્યા નથી તથા આઈ કાર્ડ, પગાર સ્લીપ, ડ્રેસ પણ આપવામાં આવ્યા નથી.

જેથી આ કામદારો સાથે અન્યાય કર્યો હોય અને સરકારના કાયદાનું પણ પાલન કર્યું નથી. જેથી ડી.આર.એન્ટરપ્રાઇઝના જવાબદાર અધિકારી પર કાર્યવાહી કરી કામદારના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું હતું તેમજ આ કર્મચારીઓના પી.એફ. નંબર તેમજ 20 માસના પીએફના નાણાં કામદારના ખાતામાં જમા કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

કર્મચારીઓના PF નંબર આપવાના બાકી છે
ગણેશ િસસોદ્રા ખાતે આવેલ એક સરકારી કચેરીમાં 3 વોચમેનોની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નિમણૂંક કરવામાં આવી છે. તમામના પીએફની રકમ કંપની દ્વારા કાપવામાં આવી છે અને કાર્યવાહી કર્યા બાદ તેમના ખાતામાં જમાં કરવામાં આવશે. કર્મચારીઓના પીએફ નંબર આપવાના બાકી હોય તેની કાર્યવાહી ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. અને કર્મચારીઓના ખાતામાં કંપનીના િનયમ મુજબ જમા કરાશે. - પાર્થ ચૌહાણ, આરડી એન્ટર પ્રાઈઝના અિધકારી.

અન્ય સમાચારો પણ છે...