ન્યાયની અપીલ:નવસારી જિલ્લામાં જસ્ટિસ ફોર બિલકિસ બાનુના સમર્થનમાં રેઇઝ યોર હેન્ડ્સ અભિયાન ચલાવશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોસ્ટ કાર્ડ સાથે યુવાનો - Divya Bhaskar
પોસ્ટ કાર્ડ સાથે યુવાનો
  • 9 સપ્ટેમ્બર સુધી દરરોજ 500 પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનના નિવાસસ્થાને મોકલાશે

નવસારીમાં પણ જસ્ટિસ ફોર બિલકિસબાનુના સમર્થનમાં રેઇઝ ફોર હેન્ડઝ ઝુંબેશ અંતર્ગત 9 સપ્ટેમ્બર સુધી દરરોજ 500 પોસ્ટ કાર્ડ લખાશે. કોઈ જાતિ નહીં પણ ન્યાય જ ધર્મ હેઠળ 2500 પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનના દિલ્હીના નિવાસસ્થાને મોકલવામાં આવશે.

નવસારીમાં પણ બિલકિસબાનુને ન્યાય મળે તે માટે કોઈ જાતિ કે ધર્મ નહીં પણ માત્ર ન્યાય જ ધર્મ ને માની વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને જસ્ટીસ ફોર બિલકિસ બાનુના સમર્થનમાં ન્યાય મળે તે માટે 9 સપ્ટેમ્બર સુધી દરરોજ 500 થી વધુ પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન કંવલરાજ શર્મા અને તેમની યુવા ટીમે ઉપાડ્યું છે.

કંવલરાજ શર્માએ જણાવ્યું કે બિલકિસબાનુને ન્યાય મળે તે માટે નવસારી જિલ્લામાં પણ પોસ્ટ કાર્ડ લખવા માટે રેઇઝ યોર હેન્ડ્સ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જે અંતર્ગત યુવાનો સામાજિક આગેવાનો, યુવાનો, કોલેજીયનને, નોકરિયાત, ગૃહિણીઓ,વકીલો અને દરેક ધર્મોના લોકો પાસે જઈને દરરોજ 500 પોસ્ટ કાર્ડ લખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટીમના સભ્યો બિલકિસબાનુને ન્યાય મળે તે માટે ઘરે ઘરે પણ જશે. નવસારીમાંથી 9 સપ્ટેમ્બર સુધી દરરોજ 500 પોસ્ટકાર્ડ વડાપ્રધાનને ઉદ્દેશીને દિલ્હી તેમના નિવાસસ્થાને મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...